Site icon News Continuous Bureau | Mumbai

Anupama madalsa sharma: સુધાંશુ પાંડે બાદ હવે આ મુખ્ય અભિનેત્રી એ પણ કહ્યું અનુપમા ને અલવિદા, એક્ટ્રેસ એ જણાવ્યું શો છોડવા પાછળનું કારણ

Anupama madalsa sharma: અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકા માં જોવા મળતા અભિનેતા એ અચાનક શો ને અલવિદા કીધું હતું હવે શો ની મુખ્ય અભિનેત્રી ના શો છોડવા ના સમાચાર સામે આવી રહ્યા છે.

anupama fame actress kavya aka madalsa sharma quit the rupali ganguly show

anupama fame actress kavya aka madalsa sharma quit the rupali ganguly show

News Continuous Bureau | Mumbai 

 Anupama madalsa sharma: અનુપમા એ સ્ટારપ્લસ ની નંબર વન સિરિયલ છે. આ શો ટીઆરપી લિસ્ટ માં પણ નંબર વન પર છે. આ શો ના ઘણા કલાકારો એ શો ને અલવિદા કહી દીધું છે. જેમાં વનરાજ શાહ ની ભૂમિકામાં જોવા મળતા અભિનેતા સુધાંશુ પાંડે નું પણ નામ સામેલ છે. હવે આ બધાની વચ્ચે  શો ની મુખ્ય અભિનેત્રી ના શો છોડવા ના સમાચાર સામે આવી રહ્યા છે. આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ સિરિયલ માં કાવ્યા ના પાત્ર માં જોવા મળતી મદાલસા શર્મા છે. મદાલસા એ આ શો છોડવા પાછળ નું કારણ પણ જણાવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ankita lokhande trolled : લાલબાગચા રાજા ના દર્શન કરવા પહોંચેલી અંકિતા લોખંડે આ કારણોસર થઇ રહી છે સોશિયલ મીડિયા પર ટ્રોલ

મદાલસા એ જણાવ્યું અનુપમા છોડવા નું કારણ 

મદાલસા એ તાજેતર માં એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરી હતી આ વાતચીત માં તેને જણાવ્યું કે, “જ્યારે 2020 માં આ શો શરૂ થયો, ત્યારે તેમાં ત્રણ મુખ્ય પાત્રો અનુપમા (રૂપાલી ગાંગુલી), વનરાજ (સુધાંશુ પાંડે) અને કાવ્યા હતા. તે કાવ્યા જ હતી જેણે અનુપમાના જીવન ને ઉલટ પુલટ કરી નાખી હતી. કાવ્યાને એક સ્વતંત્ર અને મજબૂત મહિલા તરીકે બતાવવામાં આવી હતી જે એક પરિણીત પુરુષને પ્રેમ કરવાની અને તેને અનુસરવાની હિંમત ધરાવતી હતી. મારા પાત્રમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ છેલ્લા એક વર્ષમાં મને લાગ્યું કે વાર્તા વનરાજ, કાવ્યા અને અનુપમાથી આગળ.વધી ગઈ છે.”


પોતાની વાત ને આગળ વધારતા મદાલસા એ કહ્યું, “મારા પાત્રમાં બહુ મસાલા કે આગ બાકી ન હતી. જો કાવ્યાએ પહેલાની જેમ ગ્રે પાત્ર ભજવવાનું ચાલુ રાખ્યું હોત, તો હું શોનો ભાગ બની રહી હોત. છેલ્લા કેટલાક મહિનાઓથી, ક્રિએટિવ ટીમ મારી સાથે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ કંઈ કામ ન થયું તેથી રાજન શાહી સર (નિર્માતા) અને મેં પરસ્પર નક્કી કર્યું કે મારા માટે શોને અલવિદા કહેવું વધુ સારું છે.” આ સાથે મદાલસા એ એ પણ જણાવ્યું કે તેને સુધાંશુ ની જેમ આ શો ને છોડવાનો નિર્ણય અચાનક નથી લીધો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version