Site icon

આ જાણીતી અભિનેત્રી એ ‘અનુપમા’ ને કહ્યું અલવિદા, આ કારણે છોડ્યો શો, હવે કોણ આપશે વનરાજને સાથ?

ટીવી શો અનુપમામાં વનરાજની બહેન ડોલીનું પાત્ર ભજવનાર એકતા સરૈયાએ શોને અલવિદા કહી દીધું છે. અભિનેત્રીએ શો છોડવાનું કારણ પણ જાહેર કર્યું છે.

anupama fame ekta saraiya exits from the show

anupama fame ekta saraiya exits from the show

News Continuous Bureau | Mumbai

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શો અનુપમા સતત દર્શકોની પસંદ છે. શોમાં આવનારા ટ્વિસ્ટ દર્શકોને જકડી રાખે છે. અનુપમા તેની શરૂઆતથી જ TRP ચાર્ટમાં નંબર વન પર રહી છે અને આજે કોઈ શો તેને તે સ્થાનેથી હલાવી શક્યો નથી. લોકો આ શોના દરેક પાત્રને પસંદ કરે છે. જોકે, સમાચાર સામે આવ્યા છે કે શોમાં વનરાજની બહેન ડોલીનું પાત્ર ભજવનાર એકતા સરૈયાએ શોને અલવિદા કહી દીધું છે.

Join Our WhatsApp Community

ડોલી બેન એટલે કે એકતા સરૈયા એ છોડ્યો અનુપમા શો

એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, અભિનેત્રીએ ટાઈમ ના અભાવે શો છોડી દીધો છે. હકીકતમાં, મીડિયા સાથે વાત કરતી વખતે, અભિનેત્રીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. એકતાએ કહ્યું, “હું હવે અનુપમાનો ભાગ નથી. એક જ સમયે બે શોનો ભાગ બનવું મારા માટે શારીરિક રીતે અશક્ય હતું કારણ કે એક શો નું ટેલિકાસ્ટ 7 દિવસનું છે. તેથી મારે અનુપમાને અલવિદા કહેવું પડ્યું, પરંતુ મેં આ શોમાં ઘણી બધી સારી યાદો બનાવી છે, હું ખૂબ જ ખુશ છું કે મને ડોલીની ભૂમિકા ભજવવાની તક મળી. આ તક માટે હું DKPનો આભારી છું. હવે આગળ વધવાનો સમય આવી ગયો છે પરંતુ હું આ શો ને મિસ કરીશ અને હું દરેકના પ્રેમ માટે આભારી છું.” તમને જણાવી દઈએ કે અનુપમા બાદ હવે એકતા સરૈયા શો ‘ક્યૂંકી સાસ મા બહુ બેટી હોતી હૈ’માં જોવા મળશે.

 

આ સમાચાર પણ વાંચો : India Today Post Poll Survey 2019: સર્વે પોલમાં થયો મોટો ખુલાસો…આ ત્રણ રાજ્યોમાં PM પદ માટે રાહુલ ગાંધી છે પહેલી પસંદ.. જાણો PM મોદીને કેટલા વોટ મળ્યા…

 

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version