Site icon

અનુપમા ના સેટ પર જ મામાજી એ ઉજવ્યો પોતાનો જન્મદિવસ-વનરાજ શાહે ફની અંદાજ માં કર્યું મામાજી ને વિશ-જુઓ મજેદાર વિડીયો

News Continuous Bureau | Mumbai

ટીવી શો ‘અનુપમા’માં(Anupama) મામાજીની ભૂમિકા ભજવનાર અભિનેતા શેખર શુક્લાએ તાજેતરમાં જ સેટ પર પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન શોની આખી સ્ટાર કાસ્ટ(star cast) સેટ પર હાજર હતી. અનુપમા, અનુજ, વનરાજ, બા, તોશુ, અધિક, પાખી અને સમર સહિતના શોમાં તમામ પાત્રો ભજવનાર કલાકારો આ સમય દરમિયાન સેટ પર હાજર હતા. મેકર્સે(makers) એક કેક મંગાવી હતી, જેને મામાજીએ પોતાની ફની સ્ટાઇલમાં (funny style)કાપી હતી.

Join Our WhatsApp Community

જ્યારે અભિનેતા શેખર શુક્લાને (Shekhar Shukla)કેક પર મીણબત્તીઓ ને ફૂંક મારવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ તરત જ અટકી ગયા. તેમણે કહ્યું – થૂંકવું? તો ક્રૂએ કહ્યું- તેઓ થૂંકવા માટે નહીં ફૂંકવા માટે કહી રહ્યા છે. જ્યારે અભિનેતા શેખર શુક્લા કેક કાપી (cake cutting)રહ્યા હતા ત્યારે સેટ પર એક જ ડાયલોગ ગુંજતો હતો. ‘મને રિમેમ્બર છે.’તમને જણાવી દઈએ કે મામાજી ટીવી શો ‘અનુપમા’માં વારંવાર આ ડાયલોગ (dialogue)બોલતા રહે છે. કેક કાપ્યા બાદ શેખરે પહેલા બાપુજીને કેક ખવડાવી અને ત્યાર બાદ વનરાજ શાહની ભૂમિકા ભજવનાર અભિનેતા સુધાંશુ પાંડેએ બૂમ પાડી – મને રિમેમ્બર  છે. આ દરમિયાન સેટ પર આખું વાતાવરણ ખુશનુમા બની ગયું હતું અને બધા એન્જોય(enjoy) કરી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ઈન્ડિયન આઈડલ 13ના સ્ટેજ પર પીઢ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીએ કર્યો ખુલાસો-લગ્ન પછી તેને અમેરિકામાં કર્યું આ કામ

ટીવી શોમાં ચાલી રહેલા લેટેસ્ટ ટ્રેક (latest track)ની વાત કરીએ તો અનુપમાની દીકરી જ્યારથી લગ્ન કરીને કાપડિયા હાઉસમાં આવી છે ત્યારથી શાહ પરિવારમાં જે તમાશો થઈ રહ્યો છે તે હવે કાપડિયા હાઉસમાં(kapadia house) થઈ રહ્યો છે. જ્યાં એક તરફ અનુજ અને અનુપમા પાખીના વિધિવત લગ્ન કરવાનું વિચારી રહ્યા છે, તો બીજી તરફ બરખા પાખીને તેની માતા વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કરી રહી છે.

Akshaye Khanna: ‘મહાકાલી’ ફિલ્મમાં અક્ષય ખન્ના બન્યો અસુર ગુરુ શુક્રાચાર્ય, ફર્સ્ટ લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ
Avika Gor marries Milind Chandwani: લગ્ન ના બંધન માં બંધાઈ બાલિકા વધુ, નેશનલ ટીવી પર લીધા અવિકા ગોર એ મિલિંદ ચંદવાણી સાથે સાત ફેરા
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી એ પત્ની અને દીકરી સાથે મુંબઈમાં ખરીદ્યા એક નહિ પરંતુ બે ફ્લેટ, કિંમત જાણીને તમને પણ લાગશે નવાઈ
Two Much: કાજોલ-ટ્વિંકલના શોમાં ધમાલ મચાવશે આલિયા ભટ્ટ અને વરુણ ધવન, મસ્તીભર્યો પ્રોમો થયો વાયરલ
Exit mobile version