Site icon

Anupama: અનુપમા માં લીપ બાદ થશે આ કલાકારો ની એન્ટ્રી, બદલાઈ જશે શો ની આખી વાર્તા

anupama new star cast enter the rupali ganguly show

anupama new star cast enter the rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupama: સિરિયલ અનુપમા માં 5 વિરષ નો લિપ આવવાનો છે. લિપ બાદ આખી વાર્તા બદલાઈ જશે. વાર્તા ની સાથે સાથે સિરિયલ માં ઘણા નવા સ્ટાર્સ ની પણ એન્ટ્રી થશે. જેમાં છોટી અનુ ને મોટી બતાવવામાં આવશે. કિંજલ અને તોશું ની દીકરી પરી ને પણ થોડી મોટી બતાવવામાં આવશે. તો ડિમ્પલ દીકરા ને જન્મ આપશે. તો બીજી તરફ કાવ્યા પણ એક દીકરી ને જન્મ આપશે. ત્યારબાદ અનુપમા ની વાર્તા આ ચાર બાળકો ની આસપાસ ફરશે. 

 

અનુપમા માં નવા કલાકારો ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ અનુપમા માં અનુજ અનુપમા ની દીકરી છોટી અનુ નું પાત્ર ઓરા ભટનાકર ભજવશે. તો બીજી તરફ ડિમ્પી અને સમર ના પુત્ર અંશ ની ભૂમિકા માં બાળ કલાકાર ત્રિશાન શાહ ભજવશે.તો મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ  ‘મૈં હું અપરાજિતા’ની અભિનેત્રી પ્રિન્સી પ્રજાપતિને પણ શો માટે સાઈન કરવામાં આવી છે. પરંતુ તે માહિતી નથી મળી કે પ્રિન્સી કઈ ભૂમિકા ભજવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સી કાવ્યાની પુત્રીની ભૂમિકા ભજવશે.આ ઉપરાંત શો માં કિંજલ અને તોશુ ની દીકરી પરી ની પણ એન્ટ્રી થશે. પરંતુ પરી ની ભૂમિકા કોણ ભજવશે તે હજી સુધી જાણવા નથી મળ્યું. આ ઉપરાંત સિરિયલ માં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના બડે પાપા એટલેકે સચિન ત્યાગી ની પણ એન્ટ્રી થશે.  

અનુપમા ની વાર્તા 

સિરિયલ ની વાર્તા વિશે વાત કરીએ તો અનુપમા અનુજ નું ઘર છોડી ચુકી છે શો માં 5 વર્ષ બાદ એવું બતાવામાં આવશે કે અનુપમા ની માતા નું નિધન થઇ ગયું છે અને તે વડોદરા માં રહે છે. ત્યારબાદ દેવિકા અનુપમા માટે અમેરિકા ના વર્ક પરમીટ ના વિઝા સાથે તેને અમેરિકા ની ટિકિટ આપશે.આ પછી અનુપમા અમેરિકા જશે અને ત્યાં એક રેસ્ટોરન્ટ માં વેટર ની નોકરી કરશે. 

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અક્ષય કુમાર બાદ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કર્યું ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ માં રોકાણ, બન્યા આ ટીમના માલિક

 

Exit mobile version