Site icon

Anupama: શો ‘અનુપમા’ છોડવાની મુસ્કાન બામને એ કરી પુષ્ટિ, હવે આ અભિનેત્રી ભજવશે અનુપમા ની દીકરી પાખી ની ભૂમિકા

Anupama: સિરિયલ અનુપમા દર્શકો નો ફેવરિટ શો છે. અત્યારસુધી ઘણા કલાકારો એ આ શો ને અલવિદા કહી દીધું છે. હવે આ યાદી માં અનુપમા ની દીકરી પાખી એટલેકે અભિનેત્રી મુસ્કાન બામને નું પણ નામ સામેલ થઇ ગયું છે. જેની પુષ્ટિ અભિનેત્રી એ પોતે કરી છે.

anupama onscreen daughter pakhi aka muskan bamne quit the show now this actress will play pakhi role

anupama onscreen daughter pakhi aka muskan bamne quit the show now this actress will play pakhi role

News Continuous Bureau | Mumbai

Anupama: સિરિયલ અનુપમા માં અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સિરિયલ અનુપમા માં 5 વર્ષ નો લિપ આવ્યો છે. લિપ બાદ શો ની સ્ટારકાસ્ટ માં ઘણા ફેરફાર થયા છે. ઘણા કલાકારો એ શો ને અલવિદા કહી દીધું છે તો ઘણા નવા કલાકારો ની એન્ટ્રી પણ થઇ છે. શો ની જૂની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો શો માં અનુપમા ની દીકરી પાખી નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી મુસ્કાન બામને એ શો ને અલવિદા કહી દીધું છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી છે.  

Join Our WhatsApp Community

 

 અનુપમા માં માંથી પાખી એટલેકે મુસ્કાન બામને એ લીધી વિદાય 

સિરિયલ અનુપમા માં પાખી ની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી મુસ્કાન બામને એ શો માંથી વિદાય લીધી છે. સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરતા અભિનેત્રીએ શોથી અલગ થવાની પુષ્ટિ કરી છે. મુસ્કાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોટ શેર કરતા લખ્યું છે કે, ‘જેમ કોઈ બીજ જમીન સાથે જોડાઈને પાણી, હવા અને પ્રકાશના રક્ષણ હેઠળ અંકુરિત થાય છે અને ધીમે ધીમે એક દિવસ તે વિશાળ બહુહેતુક વૃક્ષ બની જાય છે, બિલકુલ એવી જ મારી સ્થિતિ છે, આજે હું જે કંઈ પણ છું, તમારા સમર્થન, આશીર્વાદ અને પ્રેમને કારણે જ હું આ સારી સ્થિતિમાં છું.અનુપમાના સેટ પરના પહેલા દિવસથી લઈને આજ સુધી, મારી પાસે તમામ સિનિયર સ્ટાર કલાકારો સાથેની સોનેરી યાદો છે, મેં દરેક ક્ષણે તમારા બધા પાસેથી, દાદા-દાદી, મમ્મી-પપ્પા પાસેથી… રીલથી રિયલ સુધી ઘણું શીખ્યું છે. વાસ્તવિક દેખાતો સ્ટાર પરિવાર મારી નજર સામે સતત ફરતી રહે છે. આશા છે કે તમારો પ્રેમ અને આશીર્વાદ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.આપ સૌની પાખી.’


તમને જણાવી દઈએ કે, મુસ્કાન ના શો છોડતા ની સાથે જ મેકર્સે એક નવી પાખી પણ શોધી લીધી છે. હવે અનુપમામાં પાખીની ભૂમિકા ચાંદની ભગવાનાની ભજવશે.

આ સમાચાર પણ વાંચો : Fighter song: રિતિક રોશન અને દીપિકા પાદુકોણે લગાવી પાણીમાં આગ, ફાઈટર નું બીજું ગીત જોઈ લોકો ને આવી બેશરમ રંગ ની યાદ,જુઓ વિડીયો

 

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version