Site icon

અનુપમાના મેકર્સે કરી સિરિયલ માં મોટી ભૂલ-સોશિયલ મીડિયા પર ઉડ્યો મજાક-જેઠાલાલનું મીમ થયું વાયરલ

 News Continuous Bureau | Mumbai

આજકાલ લોકપ્રિય ટીવી શો અનુપમામાં (Anupama) ટ્વિસ્ટ એન્ડ ટર્નનો યુગ ચાલી રહ્યો છે.હાલમાં જ અનુપમાએ તેની પુત્રી પાખીને થપ્પડ મારતો વીડિયો વાયરલ થયો હતો.આ સીન માટે પ્રેક્ષકોમાં અનુપમાના જોરદાર વખાણ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે તેની ખૂબ મજાક ઉડી રહી છે. હાલમાં શોમાં અનુપમાની પુત્રી પાખીના લગ્નનો ટ્રેક (Pakhi marriage trend) ચાલી રહ્યો છે. પાખી લાલચુ છે અને બરખા તેને તેના ભાઈ અધિકના જીવનમાંથી હાંકી કાઢવાનું કાવતરું ઘડી રહી છે

Join Our WhatsApp Community

.

હાલમાં જ પાખીને થપ્પડ મારતો સીન વાયરલ  થયો હતો. હવે તેનું ફોલોઅપ વાયરલ થઈ રહ્યું છે. હા, કારણ કે એ સીનમાં મેકર્સે એવી ભૂલ કરી છે કે બસ શું કહેવું. ચાલો તમને વિગતવાર જણાવીએ. સીરિયલમાં ચાલી રહેલા સિક્વન્સ દરમિયાન બતાવવામાં આવ્યું છે કે બરખા પાખીને 64 લાખ રૂપિયાના બિલ (sign on bill) પર સહી કરાવે છે. જે જ્વેલરીનું બિલ (jewellery bill) છે જે પાખી માટે ખરીદી છે. દરમિયાન, અધિક ત્યાં આવે છે અને તે પાખી પર ગુસ્સો કરે છે.અને તે બિલને ફોલ્ડ કરીને જમીન પર ફેંકી દે છે.

આ સમાચાર પણ વાંચો: દિલ્હી મર્ડર કેસ: શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબના લોકઅપ વિઝ્યુઅલ આવ્યા સામે, આવી રીતે ગુજારી આખી રાત.. જુઓ વિડીયો

 

અનુપમા આ બધું જુએ છે. અનુપમા તે બિલ (bill)ઉપાડે છે અને તેની રકમ હવે 64 લાખ ને જગ્યા એ 60 લાખ રૂપિયા જોવા મળે છે.

 

એક જ સેકન્ડમાં આ રકમ કેવી રીતે બદલાઈ ગઈ? બિલ ફેંકવાથી લઈને તેને ઉપાડવા સુધી 4 લાખનું ડિસ્કાઉન્ટ(discount) મળ્યું. એટલું જ નહીં, બિલ પર ના હસ્તાક્ષર(signature) પણ પાખી શાહ માંથી પાખી મહેતા બની ગયા હતા. આ બાબતે સોશિયલ મીડિયા (Social media) પર સીરિયલની જોરદાર મજાક ઉડાવવામાં આવી રહી છે.

 

આ સમાચાર પણ વાંચો: સાઉથ સુપરસ્ટાર મહેશબાબુ પર તૂટી પડ્યો દુ:ખનો પહાડ, માતા બાદ હવે તેમના પરિવારના આ સભ્યએ દુનિયાને કહ્યું અલવિદા.. 

સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્ય પામી રહ્યા છે કે આ કેવી રીતે થયું? સાથે જ કેટલાક લોકો બિલ પર લખેલ દુકાનનું નામ વાંચીને આનંદ માણી રહ્યા છે. બિલ પર દુકાનનું નામ જેઠાલાલ જ્વેલર્સ (Jethalal jewellers) લખેલું છે.

રાજન શાહીનો શો અનુપમા TRP લિસ્ટમાં નંબર વન પર યથાવત છે. રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના અને સુધાંશુ પાંડે અભિનીત આ સિરિયલ સમયાંતરે ચર્ચાનો વિષય બને છે. અનુપમાનો લગભગ દરેક ક્લાઈમેક્સ (climax) સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરે છે.અનુ અને અનુજના લગ્નથી લઈને પાખી-અધિક ના અચાનક લગ્ન સુધી, ચાહકો ટ્વિટર (twitter) પર દરેક દ્રશ્યની ચર્ચા કરતા રહે છે. સીરિયલના કયા સીન પર ફેન્સ મીમ્સ બનાવવાનું પસંદ કરે છે તે જોવું રસપ્રદ રહેશે

anupama serial big blunder trolled on social media

Kangana Ranaut: કંગના રનૌત પર માનહાનિ કેસમાં કોર્ટ એ અપનાવ્યું કડક વલણ,અભિનેત્રી ની અરજી ફગાવી આપ્યો આ આદેશ
The Taj Story: રિલીઝ પહેલા જ ફિલ્મ ધ તાજ સ્ટોરી પર થયો વિવાદ, દિગ્ગ્જ અભિનેતા પરેશ રાવલે આપી આવી સ્પષ્ટતા
Munmun Dutta: મુંબઈ નહિ આ જગ્યા એ મુનમુન દત્તાએ ઉજવ્યો તેનો જન્મદિવસ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
Aishwarya Rai Bachchan: એશ્વર્યા રાય બચ્ચનનું પેરિસ ફેશન વીકમાં શાનદાર રેમ્પ વોક, એક ‘નમસ્તે’થી જીતી લીધા દિલ, જુઓ વિડીયો
Exit mobile version