Site icon News Continuous Bureau | Mumbai

અનુપમાના જીવનમાં હાઈવોલ્ટેજ ડ્રામા, અનુ અને અનુજની ‘લવસ્ટોરી’ સાથે શુરુ થશે, કાવ્યા-વનરાજની ‘હેટ સ્ટોરી’ ; જાણો સિરિયલ ના આગલા એપિસોડ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

 

આ દિવસોમાં સિરિયલ 'અનુપમા' દરરોજ ધમાકેદાર એપિસોડ સાથે દર્શકોનું મનોરંજન કરી રહી છે. ટીઆરપીના મામલામાં પણ અનુપમા સિરિયલ આ દિવસોમાં સૌથી આગળ છે. ‘અનુપમા’ સિરિયલમાં ફરી એકવાર લવ સ્ટોરીનો એન્ગલ જોવા મળશે. અનુપમા અને અનુજની લવસ્ટોરી એક બાજુથી શરૂ થવાની છે. બીજી તરફ વનરાજ અને કાવ્યાની હેટ સ્ટોરી શરૂ થશે. વનરાજને ગુસ્સો છે કે કાવ્યાએ તેને દગો આપીને તેનું ઘર છીનવી લીધું છે. વનરાજનું સપનું છે કે તેને   એક સફળ બિઝનેસમેન બનવું છે. વનરાજનું અભિમાન ફરી એકવાર તેને પડકારે છે. વનરાજ પછી અનુપમાને કહે છે કે તે કઈ પણ કરી ને સફળ બની ને રહેશે. વનરાજના શબ્દો સાંભળીને અનુપમા ફરી એકવાર ડરી જાય છે કે તે કોઈ ખોટા રસ્તે ન જાય.

અનુપમાના આગામી એપિસોડ્સમાં, અનુજ જોશે કે અનુપમા ના વર્તનમાં થોડો ફેરફાર થયો છે. જ્યારથી બાપુજીએ અનુપમાને સમજાવ્યું છે કે તેણે અનુજ માટે તેના દિલના દરવાજા ખોલવા જોઈએ, ત્યારથી અનુપમા વિચારતી હતી. અનુપમા જ્યારે પણ અનુજની સામે જતી ત્યારે તે તેની સામે એક જ નજરે જોતી રહેતી. એટલું જ નહીં, ઓફિસમાં કામ દરમિયાન અનુજ તેની સાથે વાત કરે તો પણ તે તેને જોતી જ રહે છે. બીજી તરફ, કાવ્યા એ વાતથી  નારાજ છે કે ઘર મળ્યા પછી પણ તેનો પરિવાર અપનાવી નથી રહ્યો. દરેક વ્યક્તિ એ તેનાથી દુરી બનાવી ને રાખી છે.

જાન્હવી કપૂર ની નારાજગી વહોરી લેવી કાર્તિક આર્યન ને પડી ભારે! ‘દોસ્તાના 2’ પછી આ ફિલ્મ પણ હાથમાંથી નીકળી; જાણો વિગત

સિરિયલના પ્રિકેપમાં અનુપમા મંદિરમાં દીવો પ્રગટાવતી જોવા મળશે. કાવ્યા આવશે અને અનુપમા ને બૂમો પાડવા માંડશે કે તેની હિંમત કેવી રીતે થઈ એના ઘરે આવીને દીવો પ્રગટાવવાની. અનુપમા આના પર કાવ્યાને યોગ્ય જવાબ આપતી જોવા મળશે. અનુપમાના આગામી એપિસોડમાં દર્શકોને ઘણો ડ્રામા જોવા મળશે.

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version