Site icon

હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહ્યો છે અનુજ, વનરાજ માંગી રહ્યો છે માફી, શું કરશે હવે અનુપમા? ; જાણો અનુપમા ના આવનાર એપિસોડ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર

ટીવી સિરિયલ ‘અનુપમા’ માં ટૂંક સમયમાં એક મોટો હાઈવોલ્ટેજ ડ્રામા થવા જઈ રહ્યો છે. જો કે આ શોના ચાહકો જાણે છે કે આ ડેઈલી શો માટે આવા ડ્રામા નવા નથી, પરંતુ હવે શું થવાનું છે તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. સોશિયલ મીડિયા પર જે તસવીરો વાયરલ થઈ રહી છે તે જોઈને લાગે છે કે સિરિયલમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે.

આ  સીરિયલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને લાગે છે કે કોઈ હોસ્પિટલ નો  સીન છે, અનુજ બેડ પર સુતો છે. તેના કપાળ પર પટ્ટી છે અને તે બેભાન છે. અનુપમા પણ તેને જોઈને રડી રહી છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે વનરાજ પણ ત્યાં હાજર છે. બીજી બાજુ  વનરાજ હાથ જોડીને અનુપમાની માફી માંગી રહ્યો છે. આ તસવીર જોયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ વનરાજ અનુપમાને તેના જીવનમાં પાછા આવવા માટે વિનંતી કરી રહ્યો છે. અને તેણે જે કર્યું તેનો પસ્તાવો છે. તેણે અનુપમા સાથે જે કર્યું તેનાથી તેને શરમ આવે છે.કારણ ગમે તે હોય, અનુપમાનું જીવન આવનારા દિવસોમાં સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે અનુજ માટે તેના મનમાં જે ફિલિંગ્સ આવવા લાગી હતી તેનું શું થશે? શું અનુપમા ફરી એકવાર વનરાજના જીવનમાં અને તેના ઘરમાં પાછી આવશે કે પછી તે અનુજને પોતાના માટે પસંદ કરશે?

પ્રભાસની ફિલ્મના સેટ પર આ રીતે કરવામાં આવ્યું દીપિકા પાદુકોણનું સ્વાગત, 500 કરોડની 'પ્રોજેક્ટ કે'માં જોવા મળશે અમિતાભ બચ્ચન ; જાણો વિગત

ગયા  અઠવાડિયે દર્શકોએ જોયું કે કેવી રીતે વનરાજ છૂટાછેડાના કાગળો કાવ્યાને આપે છે. તે કાવ્યાને કોઈપણ ભોગે ઘરની બહાર કાઢવા માંગે છે. છૂટાછેડાના સમાચાર સાંભળીને કાવ્યા ચોંકી જાય છે અને આ બધો દોષ અનુપમા પર મૂકે છે. આ લડાઈમાં કાવ્યા અનુપમા પર હુમલો કરે છે, ત્યારબાદ અનુજ દખલગીરી કરે છે અને કાવ્યાને તેની મર્યાદામાં રહેવાની ધમકી આપે છે.

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version