Site icon News Continuous Bureau | Mumbai

‘અનુપમા’ના આવનારા એપિસોડમાં રસપ્રદ વળાંક : પારિતોષને લાફો કેમ મારે છે વનરાજ? પારિતોષ અને કિંજલ જતાં જોઈને અનુપમા રડવા લાગી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

 

ટીવી સિરિયલ ‘અનુપમા’નો લેટેસ્ટ ટ્રેક એકદમ રસપ્રદ બની ગયો છે. શોકમાં પારિતોષના વર્તનથી દરેકને આઘાત લાગે છે. પારિતોષ અત્યંત અસભ્ય વર્તન કરે છે અને આ કારણોસર વનરાજ પારિતોષને લાફો મારે છે. અહીં બા અને બાપુજી ઘર છોડવાની વાત કરે છે, જે અનુપમા અને વનરાજે સાંભળી લે છે. બા-બાપુજીને અનુપમા-વનરાજ મનાવવાનો પ્રયત્ન કરે છે. ઘણી સમજાવટ પછી બંને સંમત થઈ જાય છે અને કહે છે કે તેઓ ઘરમાં જ રહેશે, પરંતુ કોઈ બાબતમાં કંઈ કહેશે નહીં. આગામી એપિસોડમાં  બતાવવામાં આવશે કે વનરાજ અનુપમાને કહે છે કે પરિતોષ તેના દ્વારા ઉછેરવામાં આવ્યો હતો, પરંતુ તેણે વિચાર્યું ન હતું કે તે આટલો બદલાશે. વનરાજ કહે છે, મેં તેને આકાશ આપ્યું, પણ બા અને બાપુજી તેના શબ્દોથી દુખી છે અને ઘર છોડવા માગે છે. વનરાજ આ બધું કહીને રડવા લાગે છે અને આ જોઈને અનુપમા કહે છે કે આપણે કંઈક કરવું પડશે. વનરાજ કહે છે કે ન તો હું બાપુજીને જવા દઈ શકું કે ન પારિતોષને. અનુપમા તેને સમજાવે છે કે જેમ પાખી તેની સાથે ગુસ્સે થઈ હતી અને થોડા દિવસો પછી સ્વસ્થ થઈ ગઈ હતી, તેવી જ રીતે તોશુ થોડા દિવસો દૂર રહેશે અને તે બધું સમજી જશે. પારિતોષ અને કિંજલ જવા માટે તૈયાર થઈ જાય છે અને અનુપમા બંનેની આરતી ઉતારે છે. તેમને જતાં જોઈને અનુપમા ખૂબ રડવા લાગે છે. 

અભિષેક બચ્ચને પોતાનું ઍપાર્ટમેન્ટ વેચવું પડ્યું, જાણો શું હતું કારણ

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version