Site icon

જ્યારે અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી સાથે થયો હતો મોટો અકસ્માત-જીવ બચાવવા દોડી હતી અભિનેત્રી-જાણો શું હતો મામલો 

News Continuous Bureau | Mumbai

આજે દરેક વ્યક્તિ રૂપાલી ગાંગુલીને(Rupali Ganguly) પ્રેમ કરે છે, જેણે ‘અનુપમા’ (Anupamaa) શોમાં અનુપમાના પાત્રથી બધાનું દિલ જીતી લીધું હતું. આ શો સાથે રૂપાલીના કરિયર ગ્રાફમાં(career graph) ઝડપથી વધારો થયો છે. આટલું જ નહીં ‘અનુપમા’ની ફેન ફોલોઈંગ(Fan following) પણ ઘણી વધી ગઈ છે. તેનો શો ટીઆરપીની(TRP) યાદીમાં હંમેશા ટોચ પર રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે રૂપાલીની સાથે એક એવી ઘટના બની હતી જેને તે આજ સુધી ભૂલી નથી. તે અકસ્માતથી તે ગભરાઈ ગઈ હતી. આ વર્ષ 2018ની વાત છે જ્યારે તેની કારનો અકસ્માત(car accident) થયો હતો. તે સમયે તેનો પુત્ર પણ તેની સાથે હતો.

Join Our WhatsApp Community

વાત એમ છે કે, રૂપાલી તેના પુત્રને છોડવા જઈ રહી હતી ત્યારે તેની કાર એક બાઇક સાથે અથડાઈ હતી. જોકે, તે ટક્કર બહુ મોટી ન હતી. સામે વાળા ની બાઇકમાં ન તો કોઈ સ્ક્રેચ હતો કે ન તો તેઓ પડ્યા. બન્યું એવું કે રૂપાલીની કાર સિગ્નલ ક્રોસ કરવા જતી હતી કારણ કે તેનો પગ બ્રેક પરથી જતો રહ્યો હતો, તે પણ એટલા માટે કે તેનો પુત્ર પાછળની સીટ પરથી આગળ ઝૂકીને તેનો ફોન છીનવી રહ્યો હતો.અકસ્માત બાદ બાઇક પર બેઠેલા બંને લોકો તુરંત નીચે ઉતરી ગયા હતા. તેમાંથી એકે એક્ટ્રેસ સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો અને બીજાએ તેની કારનો કાચ તોડી નાખ્યો. રૂપાલી એ તેમની માફી પણ માંગી, પરંતુ તેઓ બંને એ કઈ સાંભળ્યું નહીં અને જે વ્યક્તિએ બારી નો કાચ તોડ્યો હતો તેણે ફરીથી વિન્ડસ્ક્રીન તોડી નાખી હતી. ત્યારબાદ અભિનેત્રી ત્યાંથી નીકળી ગઈ અને બંને વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. ત્યારે રૂપાલીને ઈજા થઈ હતી. અભિનેત્રીના હાથમાંથી લોહી આવી રહ્યું હતું અને તેના ગાલ પર પણ નિશાન હતા.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે સારા સમાચાર- આ મહિને શો માં વાપસી કરી શકે છે દયાબેન- જાણો અપડેટ અહીં 

આ વિશે વાત કરતાં રૂપાલીએ કહ્યું હતું કે, 'મને ખબર પણ ન હતી કે મારી કારને તેની બાઇકનો સ્પર્શ પણ થયો હતો. તેમાંથી એક મને ખરાબ કહેવા લાગ્યો. મેં હાથ જોડીને માફી માંગી કારણ કે મારી સાથે મારો પુત્ર હતો.તમને જણાવી દઈએ કે રૂપાલીએ આ મામલે ઘણી ટ્વિટ પણ કરી હતી અને મદદ માટે મુંબઈ પોલીસનો આભાર પણ માન્યો હતો. તેણે કહ્યું હતું કે અકસ્માત દરમિયાન માત્ર મહિલાઓએ જ તેની મદદ કરી હતી. પરંતુ કોઈ માણસ મદદ કરવા આવ્યો ન હતો.અનુપમા આ અકસ્માતને ક્યારેય ભૂલી શકે તેમ નથી. આ અકસ્માત તેના જીવનનો સૌથી ખરાબ અકસ્માત છે.

 

Agastya Nanda: બચ્ચન અને કપૂર ખાનદાનના વારસા પર અગસ્ત્ય નંદાનું ચોંકાવનારું નિવેદન, સોશિયલ મીડિયા પર ફેન્સ થયા સ્તબ્ધ!
Gaurav Khanna: અનુજ કપડિયાના ફેન્સ માટે મોટા સમાચાર: ગૌરવ ખન્નાએ ‘અનુપમા’ માં પરત ફરવા અંગે તોડ્યું મૌન, જાણો શું છે મેકર્સનો માસ્ટર પ્લાન
Toxic: યશની ‘ટોક્સિક’ માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: ‘કાંતારા ચેપ્ટર 1’ ની હિરોઈનનો ફર્સ્ટ લૂક આઉટ, જાણો કયા રોલમાં જોવા મળશે રુકમિણી વસંત
Hardik Pandya Girlfriend Mahika Sharma: હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડની અમિતાભ બચ્ચન સાથે ખાસ મુલાકાત; બિગ બીએ આ રીતે કરી ક્રિકેટરની આગતા-સ્વાગતા
Exit mobile version