News Continuous Bureau | Mumbai
રૂપાલી ગાંગુલીનો લોકપ્રિય શો ‘અનુપમા’ માં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. દરરોજ આપણને ‘અનુપમા’માં રસપ્રદ ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળે છે, જેના કારણે શો હંમેશા TRP લિસ્ટમાં ટોચ પર રહે છે. હાલમાં જ શોમાં બતાવવામાં આવી રહ્યું છે કે સમરે લગ્ન કરી લીધા છે, જેના પછી ઘણો હંગામો મચ્યો છે. આ શોમાં માયા એટલે કે વિલનનો રોલ કરી રહી છે. જેને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
અનુપમા ની માયા એ એક્ટિંગ માટે છોડી હતી સરકારી નોકરી
છવી પાંડેએ મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે તે ગાયિકા બનવા માંગતી હતી અને ગાયનમાં આગળ વધવા માટે સ્પર્ધામાં ભાગ લેતી હતી. એકવાર એક કાર્યક્રમમાં તત્કાલીન રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવે તેને ગાતા સાંભળી હતી. તેણીની ગાયકીથી તે એટલા પ્રભાવિત થયા કે તેમણે તેણીને સાંસ્કૃતિક ક્વોટા હેઠળ રેલ્વેમાં નોકરી અપાવી.જોકે, છવી પાંડે ગ્લેમરની દુનિયામાં આવવા માંગતી હતી. તેના પિતા પણ તેને ગાયક બનતા જોવા માંગતા હતા. તેથી તે સરકારી નોકરી છોડીને સિંગર બનવાનું સપનું લઈને મુંબઈ આવી ગઈ. જ્યારે તેણે એક સિંગિંગ શો માટે ઓડિશન આપ્યું ત્યારે સોનાલી બેન્દ્રે તેને કહ્યું, ‘તમે સુંદર છો, એક્ટિંગ કરવાનો પ્રયાસ કરો’. અહીંથી જ છવી પાંડેનું નસીબ બદલાયું. તેણીને અભિનયની ઓફર મળી અને તે ગ્લેમર જગતની ટોચની અભિનેત્રીઓમાંની એક બની ગઈ.
છવિ પાંડે ની કારકિર્દી
છવી પાંડે ઘણા ટીવી શોમાં જોવા મળી છે. તમને જણાવી દઈએ કે તેણે ‘બંધન’, ‘એક બૂંદ ઈશ્ક’, ‘યે હૈ આશિકી’, ‘સિલસિલા પ્યાર કા’ અને ‘કાલ ભૈરવ રહસ્ય’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે.હાલ માં તે અનુપમા માં માયા નું પાત્ર ભજવી રહી છે. સિરિયલ માં માયા ને સાઈકો બતાવવામાં આવી છે. જે અનુજ ને પામવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. છવિ પાંડે ને અનુપમા ના માયા ના રોલ થી ઘર ઘર માં ઓળખ મળી છે.
આ સમાચાર પણ વાંચો: રશ્મિકા મંડન્ના સાથે થઇ 80 લાખની છેતરપિંડી, છેતરનાર વ્યક્તિ નીકળી અભિનેત્રી ની જાણકાર
