Site icon

કોમેડી ની આડમાં વનરાજનો ઘમંડ દૂર કરશે મોટીબા,અનુપમાની બેરંગ દુનિયા માં ભરશે રંગ; જુઓ અનુપમા નમસ્તે અમેરિકા નો પ્રોમો

News Continuous Bureau | Mumbai

રૂપાલી ગાંગુલીની(Rupali Ganguli) સિરિયલ અનુપમા (Anupama) લોકોનું ઘણું મનોરંજન કરી રહી છે. દરમિયાન, નિર્માતાઓએ દર્શકોને અનુપમા નમસ્તે અમેરિકા (Anupamaa namaste america) નામનો નવો શો આપવાનું વચન આપ્યું છે. આ દિવસોમાં રૂપાલી ગાંગુલી (Rupali Ganguli) અને સુધાંશુ પાંડે  (Sudhanshu Pandey) અનુપમા સાથે શોના શૂટિંગમાં વ્યસ્ત છે. અનુપમાના (Anupama fans) શ્રોતાઓ થોડા સમયથી આ વાત સાંભળતા જ હશે કે 17 વર્ષ પહેલા અનુપમાના જીવનમાં શું બન્યું હતું? અનુપમાના જૂના જીવનથી પરિચિત થવા માટે, દર્શકો અનુપમા નમસ્તે અમેરિકાની (Anupamaa namaste america) એક ઝલક જોવા આતુર છે. હવે મેકર્સે રૂપાલી અને સુધાંશુ અભિનીત આ શોનો પહેલો પ્રોમો રિલીઝ કર્યો છે.

Join Our WhatsApp Community

પ્રોમોમાં (promo) બતાવવામાં આવ્યું છે કે વિસ્તારની મહિલાઓને ચિંતા છે કે જો અનુપમા (Anupama) અમેરિકા જશે તો બાળકોનું ધ્યાન કોણ રાખશે? અનુપમા નમસ્તે અમેરિકાના(Anupamaa namaste america) પ્રોમોમાં અભિનેત્રી સરિતા જોશી (Sarita Joshi) પણ જોવા મળી રહી છે અને તે અનુપમા નમસ્તે અમેરિકામાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહી છે. વિસ્તારની મહિલાઓની વાત સાંભળીને સરિતા જોશી કહે છે કે બાળકોની સંભાળ રાખવાની જવાબદારી માત્ર માતાની જ નહીં, પિતાની પણ હોય છે. પ્રોમોમાં (Promo) અનુપમા અને વનરાજ શાહનો (Anupama-Vanraj)યંગ લુક બતાવવામાં આવી રહ્યો છે અને ચાહકો આ પ્રોમોને ખુબ પસંદ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : હેલ્મેટ વિના બાઇક ચલાવવી આ બોલિવૂડ એક્ટરને પડી મોંઘી, ટ્રાફિક પોલીસ મોકલશે નોટિસ

અનુપમા નમસ્તે અમેરિકાનો (Anupamaa namaste america) પ્રોમો જોયા બાદ રૂપાલી ગાંગુલી (Rupali Ganguli) અને સુધાંશુ પાંડેના (Sudhanshu Pandey) ચાહકો ખુશ છે. લોકો અનુપમાના જીવનની જૂની વાતો જાણવા ઉત્સુક છે. પ્રોમો (Promo) પર એક યુઝરે કોમેન્ટ કરી છે કે, 'હવે રાહ નથી જોઈ શકાતી .' તે જ સમયે, અન્ય એક વ્યક્તિએ ટિપ્પણી કરી છે કે, 'પ્રોમો જોયા પછી, હું સમજી ગયો છું કે ખૂબ જ મજા આવશે.' 

Pankaj Tripathi: સફળતાના શિખરે હોવા છતાં પંકજ ત્રિપાઠીએ કેમ લીધો બ્રેક? અભિનેતાએ પૈસા અને કરિયર વિશે કહી એવી વાત કે ચાહકો થઈ ગયા કાયલ
Tu Ya Main OTT Release Date: થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલા જ ‘તૂ યા મૈં’ ની OTT ડેટ જાહેર: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે શનાયા કપૂરની આ ફિલ્મ
Saif Ali Khan Brooch Price: સૈફ અલી ખાનના બ્રોચની કિંમત ઉડાવી દેશે હોશ: રૂબી અને હીરાથી જડેલા આ ‘ચકલી’ વાળા બ્રોચમાં આવી જાય એક લક્ઝરી કાર, જાણો શું છે ખાસિયત
O Romeo:ઓ રોમિયો’ માટે વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયાએ એક રૂપિયો પણ ન લીધો: વિશાલ ભારદ્વાજની ફિલ્મ માટે બંને સ્ટાર્સે કેમ ફ્રીમાં કર્યું કામ? જાણો અસલી કારણ
Exit mobile version