Site icon News Continuous Bureau | Mumbai

Anupamaa Public Reactions। રાહી કોઠારીની બદતમીઝી જોઈને દર્શકો ભડક્યા, ગૌતમ અને વસુંધરાની ચાલાકી તેમને જ ભારે પડી

Anupamaa Public Reactions। પોતાની જ માતાને અપશબ્દો કહેતા રાહીને સોશિયલ મીડિયા પર ફેન્સે કર્યા ટ્રોલ; ગોવાવાળું કૅફે બંધ કરાવનાર ગૌતમ હવે અમદાવાદમાં અનુપમાને જોઈને ફફડ્યો

Anupamaa Public Reactions।  રાહી કોઠારીની બદતમીઝી જોઈને દર્શકો ભડક્યા, ગૌતમ અને વસુંધરાની ચાલાકી તેમને જ ભારે પડી

Anupamaa Public Reactions। રાહી કોઠારીની બદતમીઝી જોઈને દર્શકો ભડક્યા, ગૌતમ અને વસુંધરાની ચાલાકી તેમને જ ભારે પડી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Anupamaa Public Reactions। ટીવી સીરિયલ ‘અનુપમા’માં હાલમાં જે વળાંકો આવી રહ્યા છે તે દર્શકોને મનોરંજન પૂરું પાડવાની સાથે ગુસ્સો પણ અપાવી રહ્યા છે. તાજેતર ના એપિસોડમાં રાહી કોઠારીએ જે રીતે તેની માતા અનુપમાને ‘નીચ’ કહીને અપમાનિત કરી છે, તે જોઈને સોશિયલ મીડિયા પર દર્શકોએ તેને આડે હાથ લીધી છે. શ્રુતિ જે રીતે રાહીના કાન ભરી રહી છે, તેમાં રાહી ફરી એકવાર પોતાની માતાની વિરુદ્ધ થઈ ગઈ છે.

રાહી કોઠારી પર કેમ ગુસ્સે થયા દર્શકો?

રાહીના વર્તન પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે X પર લખ્યું, “આ પણ તેના બાપ જેવી જ છે, તેનું મગજ ખાલી છે જેમાં કોઈ પણ આવીને કંઈ પણ ભરી જાય છે.” દર્શકોનું માનવું છે કે રાહીને એ તો સમજાય છે કે ગૌતમ ખરાબ માણસ છે, પણ શ્રુતિની ચાલ તે સમજી શકતી નથી. તો વળી કેટલાક યુઝર્સે ખ્યાતિ (રાહીની સાસુ) દ્વારા અનુપમાનો પક્ષ લેવા બદલ કટાક્ષ કર્યો છે કે એક ભાગેડુ માતા બીજી ભાગેડુ માતાનું દર્દ સમજી રહી છે.

ગૌતમ અને વસુંધરા કોઠારીની ચાલાકી ઉંધી પડી

કોઠારી મેન્શનમાં વસુંધરા અને ગૌતમ સતત પ્રેમ વિરુદ્ધ ષડયંત્રો ઘડી રહ્યા છે. ગૌતમ અને તેની ‘મોટી બા’ એટલે કે વસુંધરાએ બદલો લેવા માટે ગોવામાં અનુપમાનું કૅફે બંધ કરાવી દીધું હતું. હવે જ્યારે અનુપમા અમદાવાદ પરત ફરી છે, ત્યારે ગૌતમ અને વસુંધરા બંને પરેશાન છે. ફેન્સે લખ્યું છે કે, “વધારે સ્માર્ટ બનીને ગોવાવાળું કામ બંધ કરાવ્યું, હવે તે સામે આવી ગઈ છે તો ભોગવો.”

દિગ્વિજય અને અનુપમાના સંબંધો પર કટાક્ષ

સીરિયલમાં દિગ્વિજય અને અનુપમા વચ્ચે વધી રહેલી નિકટતા પર પણ લોકોએ મિશ્ર પ્રતિભાવો આપ્યા છે. એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, “હવે બીજો એક પુરુષ તેનો બોજ ઉપાડવા તૈયાર થઈ ગયો છે, શું નસીબદાર સ્ત્રી છે જેને દરેક ઉંમરે નવો પુરુષ મળી જાય છે.” દર્શકો હજુ પણ જૂના એપિસોડ્સને યાદ કરીને અનુપમાના પાત્ર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Yami Gautam Aditya Dhar| ‘ધુરંધર 2’ ની સફળતા બાદ પત્ની માટે ‘બેબી સિટર’ બન્યા આદિત્ય ધર યામી ગૌતમે શૂટિંગમાં વ્યસ્ત રહેવા વચ્ચે પરિવારના સપોર્ટ સિસ્ટમના કર્યા વખાણ

Mirzapur The Movie Box Office Records બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની ૨૦૨૬ની ૫મી હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ..
Rohit Chandel Bail POCSO Case પોક્સો કેસમાં જામીન પર જેલમાંથી બહાર આવ્યો અભિનેતા રોહિત ચંદેલ પહેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું જ્યાં ધર્મ છે, ત્યાં વિજય છે
Yash Toxic OTT Release Details યશ અને કિયારાની ફિલ્મ ‘ટોક્સિક’ ક્યારે અને ક્યાં થશે ઓટીટી પર રિલીઝ? આવી ગઈ મોટી ડિટેલ્સ
Ramayana Siya Ram First Look Out ‘રામાયણ’ ફિલ્મની પહેલી ઝલક આવી સામે ‘સિયા રામ’નો ફર્સ્ટ લૂક સ્પર્શી ગયો દર્શકોના હૃદયને..
Exit mobile version