Site icon

‘અનુપમા’ ના ચાહકો માટે સારા સમાચાર: ટીવી બાદ હવે OTTની દુનિયામાં પોતાનો જાદુ ચલાવવા આવી રહી છે વેબ સિરીઝ; જાણો શું હશે વાર્તા અને કેટલા એપિસોડ ની હશે સિરીઝ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ટીવી સીરિયલ 'અનુપમા'ના ટ્વિસ્ટ અને ટર્ન્સ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ શો સાથે જોડાયેલા દરેક કલાકારે લોકોના દિલમાં ઘણી જગ્યા બનાવી છે અને જો તમે પણ આ શોના ફેન છો તો તમારા માટે સારા સમાચાર છે. હા, ટૂંક સમયમાં અનુપમા શો પણ OTTની દુનિયામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. જેનો અર્થ છે કે અનુપમા હવે OTT પ્લેટફોર્મ પર પણ પોતાનો જાદુ ફેલાવશે. આ શો સાથે જોડાયેલા સમાચાર છે કે મેકર્સે 'અનુપમા'ની પ્રિક્વલ લાવવાનો નિર્ણય કર્યો છે. તે ટીવી પર નહીં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. તો ચાલો જાણીયે. ક્યારે અને ક્યાં જોવા મળશે અને શું હશે વાર્તા.

શો 'અનુપમા'ના મેકર્સ પ્રિક્વલ આવવાની તૈયારી કરી રહ્યા છે. તે ડિઝની પ્લસ હોટસ્ટાર પર બતાવવામાં આવશે.સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે શોની પ્રીક્વલ માટે હોટસ્ટારે રાજન શાહીનો સંપર્ક કર્યો હતો. રાજનને તે ખૂબ ગમ્યું અને તે તેના માટે સંમત થયો. કહેવામાં આવી રહ્યું છે કે આ સીરીઝમાં કુલ 11 એપિસોડ હશે. અત્યાર સુધી આ સિરીઝની રિલીઝ ડેટ જાણી શકાઈ નથી. તમને  જણાવી દઈએ કે 11 એપિસોડની શ્રેણીમાં અનુપમા (રુપાલી ગાંગુલી) અને વનરાજ (સુધાંશુ પાંડે)ના જીવનની શરૂઆતની વાર્તા લોકો સમક્ષ લાવવામાં આવશે. આ સિરીઝ દ્વારા તમને અનુપમા અને વનરાજના જીવનમાં આવેલી ખટાશ  વિશે જાણવા મળશે. હવે જોવાનું એ રહેશે કે શું આ સીરિઝ પણ શો 'અનુપમા'ની ની જેમ હિટ રહેશે કે કેમ.

આ સમાચાર પણ વાંચો : ધ કાશ્મીર ફાઇલ્સ’ જોયા બાદ અનુપમ ખેરની માતાએ વ્યક્ત કર્યું પોતાનું દર્દ,ઘાટી માં ઘટેલી ઘટના વિશે કહી આ વાત; જાણો વિગત, જુઓ વિડીયો

આ દિવસોમાં રૂપાલી ગાંગુલીની સુપરહિટ સિરિયલ ‘અનુપમા’ ની વાર્તા ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. અનુ ઊંડી મૂંઝવણમાં છે. એક બાજુ તેનો પોતાનો અને બીજી બાજુ અનુજ. તેના મનમાં રાખી અને બાની વાતો ચાલી રહી છે. તેને સમજાતું નથી કે શું કરવું. હવે આગળ એ જોવું રહ્યું કે અનુપમા પોતાના અને અનુજ ના લગ્ન ને લઇ ને શું નિર્ણય લે છે. 

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Exit mobile version