Site icon News Continuous Bureau | Mumbai

બિઝનેસ વુમન તરીકે પરત ફરશે ‘અનુપમા’, લિપ બાદ બદલાઈ જશે જીવન, જાણો વિગત

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શો 'અનુપમા'માં એક નવો ટ્વિસ્ટ આવવાનો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ શો 5 થી 6 વર્ષનો લીપ લેશે, ત્યારબાદ અનુપમાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે.

anupamaa show to take leap of 5 to 6 years anu will become a grown

બિઝનેસ વુમન તરીકે પરત ફરશે 'અનુપમા', લિપ બાદ બદલાઈ જશે જીવન, જાણો વિગત

News Continuous Bureau | Mumbai

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શો ‘અનુપમા’ આ દિવસોમાં TRP લિસ્ટમાં નંબર વન પર છે. આ દિવસોમાં શોમાં ઘણો હંગામો જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ અનુપમા અને અનુજ અલગ થઈ ગયા છે, તો બીજી તરફ અનુપમા ફરી એકવાર પોતાનું નવું જીવન શરૂ કરી રહી છે. અનુપમાએ તેની નવી ડાન્સ એકેડમી ખોલી છે અને અનુજથી દૂર તેના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. આ તક નો ફાયદો ઉઠાવી ને  વનરાજ ફરી એકવાર અનુપમાને તેના જીવનમાં પાછો લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

અનુપમામાં આવશે લિપ  

અનુપમાના શોમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. વાસ્તવમાં, મીડિયા માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, અનુપમા શો 5 થી 6 વર્ષનો લિપ લેવા જઈ રહ્યો છે, જ્યાં છોટી અનુ હવે મોટી થશે અને શોમાં નવા પાત્રોની એન્ટ્રી થશે. આવી સ્થિતિમાં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શોમાં એક નવો ટ્વિસ્ટ જોવા મળશે.જો રિપોર્ટ્સ ની માનીએ તો અનુપમા માં લીપ પછી ઘણા બધા બદલાવ જોશે . અનુપમા હવે પહેલા કરતા વધુ આત્મવિશ્વાસ ધરાવશે અને તે જે પણ શરૂ કરશે તેમાં સફળ થશે. આ દરમિયાન અનુજ પણ તેના જીવનમાં ખુશ હશે પરંતુ તે અનુપમા વિના અધૂરો મહેસુસ કરશે. આવનારા સમયમાં તેની સાથે છોટી અનુ અને માયા પણ હશે.

 

અનુપમા નો વર્તમાન ટ્રેક 

‘અનુપમા’નો વર્તમાન ટ્રેક બતાવે છે કે હાલમાં બરખા, અંકુશ અને અધિક અનુજ નો બિઝનેસ સંભાળી રહ્યા છે. બીજી તરફ બરખા પ્રોપર્ટી તેમજ બિઝનેસ હડપ કરવાનો પ્રયાસ કરશે.’અનુપમા’ માં આગળ જોવા મળશે કે સમર અને ડિમ્પલ લગ્ન કરવાનું નક્કી કરે છે પરંતુ તેમની જવાબદારી લેવા માટે કોઈ આગળ આવતું નથી. તેથી સમર ઘર છોડવાનું નક્કી કરે છે. બીજી બાજુ, બરખા અનુપમા તમામ સામાન સાથે અનુપમાના ઘરે પહોંચે છે અને કહે છે કે અનુજે  આ સામાન મોકલાવ્યો છે.

Most Expensive Indian Movies OTT Rights ભારતીય સિનેમામાં OTT રાઇટ્સની રેકોર્ડબ્રેક બોલી ‘રામાયણ’ ફિલ્મ ૪૫૦ કરોડની ડીલ સાથે ટોપ પર, કલ્કી અને RRRને પછાડ્યા
Shah Rukh Khan King Overseas Theatrical Rights બોલિવૂડ સિનેમામાં નવો ઈતિહાસ સુજોય ઘોષ દિગ્દર્શિત ‘કિંગ’ ફિલ્મના વિદેશી ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ₹૧૭૫ કરોડમાં સોલ્ડ આઉટ
Dil Ki Bewafaiya Gaurav Khanna Shraddha Arya Show દિવાળી પછી ટીવી સ્ક્રીન પર થશે મોટો ધમાકો ‘દિલ કી બેવફાઇયાં’થી શ્રદ્ધા આર્યાનું કમબેક; જાણો ક્યારે અને કયા સમયે પ્રસારિત થશે શો
IIFA Awards 2026 Winners List આઈફા એવોર્ડ્સમાં ‘ધુરંધર’નો દબદબો રણવીર સિંહ અને અનીત પદ્દા બન્યા બેસ્ટ એક્ટર્સ, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી
Exit mobile version