Site icon News Continuous Bureau | Mumbai

Anupamaa Spoiler Alert| અનુપમા માં થશે વિસ્ફોટક નવા પાત્રની એન્ટ્રી, ગૌતમ ગાંધી અને દિગ્વિજયની લડાઈમાં આવશે નવો વળાંક

Anupamaa Spoiler Alert| વસુંધરા કોઠારી અને ગૌતમ ગોવા જઈને દિગ્વિજયના પુત્ર રણવિજય સાથે હાથ મિલાવશે; સત્ય સામે આવતા જ સેટ પર હાઈવોલ્ટેજ ડ્રામા

Anupamaa Spoiler Alert| અનુપમા માં થશે વિસ્ફોટક નવા પાત્રની એન્ટ્રી, ગૌતમ ગાંધી અને દિગ્વિજયની લડાઈમાં આવશે નવો વળાંક

Anupamaa Spoiler Alert| અનુપમા માં થશે વિસ્ફોટક નવા પાત્રની એન્ટ્રી, ગૌતમ ગાંધી અને દિગ્વિજયની લડાઈમાં આવશે નવો વળાંક

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Anupamaa Spoiler Alert| રૂપાલી ગાંગુલી સ્ટારર સ્ટાર પ્લસના લોકપ્રિય ટીવી સિરિયલ ‘અનુપમા’ ની વાર્તામાં આગામી દિવસોમાં એક જબરદસ્ત અને હચમચાવી દેનારો ટ્વિસ્ટ આવવાનો છે. વસુંધરા કોઠારી અને ગૌતમ ગાંધી પોતાની સચ્ચાઈ અને કાવતરું ખુલ્લું પડતાં જ હોશ ગુમાવી બેસશે અને દિગ્વિજય સાથે બદતમીજી પર ઉતરી આવશે. જો કે, સામે દિગ્વિજય પણ તેને ગણતરીની સેકન્ડોમાં જ તેની ઓકાત બતાવીને કરારો જવાબ આપશે. આ આખા હંગામાને કારણે અપકમિંગ એપિસોડ્સમાં દર્શકોને હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળવાનો છે.

વસુંધરા અને ગૌતમે પાર કરી ઘટીયાપણાની હદ

‘અનુપમા’ ના આગામી એપિસોડના સ્પૉઇલર એલર્ટ મુજબ, વસુંધરા કોઠારી અને ગૌતમ ગાંધી અનુપમા અને દિગ્વિજય સૂદને હેરાન કરવા અને બરબાદ કરવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. વસુંધરા આ વખતે બહુ મોટું કાવતરું ઘડીને ગોવા પહોંચી જશે અને ત્યાં દિગ્વિજયના નાલાયક પુત્ર રણવિજય સાથે હાથ મિલાવી લેશે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ફેન થિયરીઝનું માનીએ તો, સીરિયલમાં ટૂંક સમયમાં જ રણવિજયના પાત્રમાં એક હેન્ડસમ અને નવા એક્ટરની એન્ટ્રી થવા જઈ રહી છે, કારણ કે મેકર્સે છેલ્લા કેટલાક સમયથી વાર્તામાં તેના નામની ચર્ચા ઘણી વધારી દીધી છે.

પુત્રવધૂ ખ્યાતિનું અપમાન કરશે વસુંધરા

સિરિયલના નવા પ્રોમો વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે, વસુંધરા કોઠારી ફરી એકવાર પોતાની વહુ ખ્યાતિને ઘરમાં બેઇજ્જત કરતી જોવા મળશે. ખ્યાતિને ખબર પડી જશે કે વસુંધરા પોતાના જમાઈ ગૌતમ સાથે છૂપી રીતે ગોવા જઈને આવી છે. જ્યારે ખ્યાતિ આ અંગે વસુંધરાને સવાલ પૂછશે, ત્યારે અહંકારી વસુંધરા અત્યંત ખરાબ લહેજામાં જવાબ આપશે કે, “અમે લોકો ગોવા ક્યારે ગયા અને કેમ ગયા, તે તને જણાવવું અમે જરૂરી નથી સમજતા ખ્યાતિ.” વસુંધરા હજુ ખ્યાતિને સંભળાવી રહી હશે ત્યાં જ દરવાજા પરથી એક જોરદાર અવાજ સંભળાશે- ‘તો મને જણાવી દો!’

જૂઠ્ઠું બોલતા ગૌતમનો દિગ્વિજયે મરોડ્યો હાથ

આ દમદાર અવાજ બીજું કોઈ નહીં પણ દિગ્વિજય સૂદનો હશે. તે ભારે ગુસ્સામાં વસુંધરાની સામે આવીને ઉભો રહી જશે અને કહેશે કે, “તમે ત્યાં મારા નાલાયક દીકરા સાથે હાથ મિલાવીને મને અને અનુપમાજીને બરબાદ કરવાનો પ્લાન બનાવીને આવ્યા છો.” આટલું સાંભળ્યા પછી પણ ગૌતમ ગાંધી દિગ્વિજયની આંખોમાં આંખો નાખીને સફેદ જૂઠ બોલશે કે અમે એવું કંઈ જ કર્યું નથી. ત્યારે દિગ્વિજય ખુલાસો કરશે કે ગોવામાં તેના મિત્રો રહે છે જેમણે ગૌતમ અને તેના વકીલને રણવિજય સાથે જોયા હતા. આ સાંભળીને ગુસ્સામાં ગૌતમ દિગ્વિજય પર હાથ ઉપાડશે, પરંતુ દિગ્વિજય પલભરમાં જ ગૌતમનો હાથ મરોડીને તેને લાચાર કરી દેશે. હવે આ લડાઈ કયું નવું સ્વરૂપ લેશે તે જોવું રસપ્રદ રહેશે.

👉 આ સમાચાર વાચો:
Karisma Kapoor Brown Web Series। કરિશ્મા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ઘાતકી અવતાર! હાથમાં સિગારેટ અને ગન સાથે ‘બ્રાઉન’ ના ટીઝરમાં મચાવ્યો ખળભળાટ, જાણો ક્યાં થશે રિલીઝ

King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Exit mobile version