Site icon

અનુપમાના જીવનમાં આવશે તોફાન, અનુજ ના પ્રેમ માં પાગલ માયા અનુપમા વિરુદ્ધ રચશે ષડયંત્ર, જાણો અનુપમા ના આગામી એપિસોડ વિશે

ટીવી સિરિયલ 'અનુપમા'માં હાલ જબરજસ્ત ટ્વિસ્ટ અને ટર્ન ચાલી રહ્યા છે.સિરિયલ માં અનુપમા છોટી અનુ માટે માયાને બીજી તક આપે છે, પરંતુ આ તક તેને ભારે પડવાની છે.. માયા એક એવી યોજના બનાવી રહી છે, જે તેના જીવનમાં ખળભળાટ મચાવી દેશે..

anupamaa spoiler alert maya made plan against anupama to destroy her life

અનુપમાના જીવનમાં આવશે તોફાન, અનુજ ના પ્રેમ માં પાગલ માયા અનુપમા વિરુદ્ધ રચશે ષડયંત્ર, જાણો અનુપમા ના આગામી એપિસોડ વિશે

News Continuous Bureau | Mumbai

ટીવી શો ‘અનુપમા’માં તમે અત્યાર સુધી જોયું હશે કે માયા ઈમોશનલ થઇ ને અનુપમા પાસે એક દિવસનો સમય માંગે છે.. છોટી અનુ ની ખુશી ની ખાતર અનુપમા માયાને બીજી તક આપે છે.. જોકે, માયાને બીજી તક મળતાં જ તેનો અસલી રંગ દેખાડે છે. તે ઠાની લે છે કે, તે અનુપમાનો જન્મદિવસ એવી રીતે ઉજવશે કે તે જિંદગીભર તેને યાદ રાખશે.. જ્યારે, અનુપમાના જન્મદિવસ પર અનુજ તેને રોમેન્ટિક સરપ્રાઈઝ આપે છે.

Join Our WhatsApp Community

 

અનુપમા વિરુદ્ધ ષડયંત્ર રચશે માયા 

આજના એપિસોડમાં બતાવવામાં આવશે કે તૂટતાં તારાને જોઈને અનુપમા અને અનુજ છોટી અનુને પોતાની સાથે રાખવાની ઈચ્છા કરે છે. માયા એક દિવસનો સમય માંગે છે અને તે એક દિવસમાં શું કરશે તેની ચિંતા થાય છે. શાહ હાઉસ માં અનુપમાના જન્મદિવસે પૂજા થાય છે અને કાયમ બા અનુપમાને ઠપકો આપે છે. કાપડિયા હાઉસમાં અનુપમાનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે. છોટી અનુ તેની માતા અનુપમા માટે એક સુંદર સંદેશ લખે છે, જેનાથી માયા ગુસ્સે થાય છે. માયાને શાંત જોઈને બરખા અને અંકુશ સમજી જાય છે કે તે કંઈક ષડયંત્ર રચી રહી હશે.. 

 

છોટી અનુ અને અનુજ સાથે સમય વિતાવશે અનુપમા 

આ પછી, માયા અનુપમાને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે અને સમગ્ર શાહ પરિવાર અનુપમાને વિડીયો કોલ દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. માયાને જોઈને શાહ પરિવાર ને આશ્ચર્ય થાય છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે આટલું બધું થઇ ગયા છતાં તે કાપડિયાના ઘરમાં કેમ છે. પછી અનુપમા છોટી અનુ અને અનુજ સાથે બહાર જાય છે. આ જોઈને માયાને ઈર્ષા થવા લાગે છે. જ્યારે અનુજ, અનુપમા અને છોટી અનુ ફરવા માટે બહાર જાય છે, ત્યારે માયા ઘરે ફોન પર વાત કરે છે. લાગે છે કે તે અનુપમા સામે કંઈક પ્લાન કરવા જઈ રહી છે.જોકે હવે જોવાનું રહેશે કે માયા શું પ્લાન કરે છે.

SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!
Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક
Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ
Exit mobile version