Site icon News Continuous Bureau | Mumbai

સ્ટાર પલ્સ ની સિરિયલ ‘અનુપમા’ માં લિપ બાદ આવશે મોટો ફેરફાર, સંબંધોમાં થશે ગરબડ, ખુલશે ઘણા રહસ્યો

સિરિયલ 'અનુપમા' ની વાર્તામાં જબરદસ્ત ટ્વિસ્ટ આવવાના છે. લીપ બાદ વાર્તામાં થશે મોટા ફેરફારો, કિંજલ-પરિતોષ થશે અલગ, જાણો અનુજ-અનુપમા ની હાલત કેવી થશે

anupamaa spoiler alert post leap soon kinjal paritosh anuj anupamaa to separate upcoming twist anupama life

સ્ટાર પલ્સ ની સિરિયલ ‘અનુપમા’ માં લિપ બાદ આવશે મોટો ફેરફાર, સંબંધોમાં થશે ગરબડ, ખુલશે ઘણા રહસ્યો

News Continuous Bureau | Mumbai

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શો ‘અનુપમા’ થોડા વર્ષો નો લીપ લેવા જઈ રહ્યો છે અને વસ્તુઓ ઘણી હદ સુધી ( spoiler alert ) બદલાઈ જશે. આપણે જોઈશું કે પરિતોષ અને કિંજલ છૂટાછેડા લઈ ચૂક્યા છે અને અલગ જીવન જીવી રહ્યા છે. ટોચના ટીવી શોની યાદીમાં સામેલ સિરિયલ ‘અનુપમા’ લોકોને પસંદ છે. આ શોમાં દરરોજ નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. ભૂતકાળમાં શાહ પરિવારના કારણે અનુજ અને અનુપમા ( anupamaa  ) વચ્ચે અંતર હતું, પરંતુ તેમના પ્રેમની સામે આ અંતર ટૂંક સમયમાં ઘટી ગયું. હવે શોમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. નાની અનુની અસલી માતા માયા તેને અનુજ-અનુપમાથી દૂર રાખે છે. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં છોટી અનુ, અનુપમા અને અનુજના પરિવારો વિખેરાઈ જશે. કિંજલ-પરિતોષ ( kinjal paritosh ) અલગ ( separate  ) થઈ જશે. અનુજ નાની અનુને માયા પાસેથી મેળવવાનો પ્રયત્ન કરશે.

Join Our WhatsApp Channel

 લિપ બાદ શો માં થશે આ ફેરફાર

આ દિવસોમાં ટ્રેક કાપડિયા અને શાહ પરિવાર વચ્ચે સતત શબ્દોના યુદ્ધની આસપાસ ફરે છે. સિરિયલ ‘અનુપમા’ માં લિપ આવ્યા બાદ ઘણું બધું બદલાવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આપણે જોઈશું કે પરિતોષ અને કિંજલ છૂટાછેડા લઈ ચૂક્યા છે અને અલગ જીવન જીવી રહ્યા છે.સમર પણ ડિમ્પલ સાથે લગ્ન કરશે, પરંતુ બા હજુ પણ તેની વિરુદ્ધ હશે અને તેને તેની વહુ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરશે.અનુજ અને અનુપમા વચ્ચે મોટા મતભેદો હશે અને તેઓ પણ પોતપોતાના જીવનમાં વ્યસ્ત હશે.કાવ્યા પણ તેની મોડેલિંગ કારકિર્દીમાં આગળ વધશે અને પોતાને વનરાજથી દૂર રાખશે. તેને ઘણા સારા પ્રોજેક્ટ્સ મળે છે જે તેને નામ અને ખ્યાતિ આપશે.

આ સમાચાર પણ વાંચો:   સચિન તેંડુલકરની દીકરી નહીં પણ આ એક્ટ્રેસ પર આવી ગયું છે શુભમન ગિલનું દિલ! પંજાબી એક્ટ્રેસ ના એક ટ્વીટે આપ્યો સંકેત

ટીઆરપી માં નંબર વન છે અનુપમા

ટીવી શો અનુપમા આ સપ્તાહે પણ ટીઆરપી માં નંબર વન શો છે. હવે ખબર નથી કે ટીઆરપી માટે મેકર્સ શું કરશે. શું સીરિયલ ‘અનુપમા’ને ટીઆરપી લિસ્ટમાં નંબર વન ની પોઝિશન જાળવી રાખવા લીપ પણ કરવામાં આવી રહ્યો છે? શું અનુજ-અનુપમા સંબંધોની માયાજાળ માંથી બહાર નીકળી શકશે?મેકર્સ વાર્તામાં કેવી રીતે ટ્વિસ્ટ લાવશે તે જાણવા માટે તમારે અનુપમા શો જોવો પડશે.

Salman Khan Gift પનવેલ ફાર્મહાઉસમાં સલમાન ખાનનું મોટું સરપ્રાઈઝ ‘માતૃભૂમિ’ ની ટીમને આપી મોંઘીદાટ ભેટ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Panchayat Season 5 Release Date ફુલેરાની વાપસી ‘પંચાયત’ સીઝન 5 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખના રોજ OTT પર આવશે
Tunnel Rescue Web Series ૪૧ જિંદગીઓ બચાવવાના ૧૭ દિવસના સંઘર્ષની ગાથા ટનલ રેસ્ક્યુ પર આવશે નવી વેબ સિરીઝ
Exit mobile version