Site icon

સિરિયલ ‘અનુપમા’ માં આ જુના પાત્રની થશે ફરી એન્ટ્રી! અનુ ની જિંદગીમાં આવશે નવો વળાંક

રિપોર્ટ અનુસાર, અનુજે છોટી અનુના કારણે અનુપમાને છોડી ન હતી, પરંતુ તે એક જીવલેણ બીમારીનો શિકાર છે અને તેના જીવન ના માત્ર થોડા જ વર્ષ બાકી છે. તેથી તે ઈચ્છે છે કે અનુપમાસ્વતંત્ર રીતે જીવે અને તેથી અલગ થવાનો નિર્ણય કરે છે.

anupamaa this lead actor to make a comeback in anu life after her separation with anuj

સિરિયલ ‘અનુપમા’ માં આ જુના પાત્રની થશે ફરી એન્ટ્રી! અનુ ની જિંદગીમાં આવશે નવો વળાંક

News Continuous Bureau | Mumbai

સિરિયલ ‘અનુપમા’ હાલમાં ટીવીના ટોચના શોમાંથી એક છે. વર્તમાન ટ્રેક મુજબ, અનુપમા તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે કારણ કે અનુજ કાપડિયાએ છોટી અનુની વાસ્તવિક માતા માયા સાથે રહેવાનું નક્કી કર્યું છે. અનુપમા આના કારણે સંપૂર્ણપણે ભાંગી પડી છે અને પોતાને સંભાળવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. પરંતુ અનુજ અનુપમાને છોડવા પાછળ એક મોટું કારણ છે અને તેણે જાણી જોઈને આકરું પગલું ભર્યું છે.

Join Our WhatsApp Community

 

 અનુજ ને થઇ ગંભીર બીમારી 

એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, અનુજે અનુપમાને છોટી અનુના કારણે છોડી નથી, પરંતુ તે એક જીવલેણ બીમારીનો શિકાર છે અને તેના જીવન ના માત્ર થોડા જ વર્ષ બાકી છે. તેથી તે ઈચ્છે છે કે અનુપમા  સ્વતંત્ર રીતે જીવે અને તેથી અલગ થવાનો નિર્ણય કરે છે. હવે એવા અહેવાલો છે કે શોમાં એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે જે અગાઉ પણ શોનો ભાગ હતો.અહેવાલો મુજબ, અપૂર્વ અગ્નિહોત્રી શોમાં ડો. અદ્વૈત તરીકે પુનરાગમન કરવા માટે તૈયાર છે. તે અનુપમાના જીવનમાં મોટો બદલાવ લાવવાનો છે. એવું કહેવાય છે કે ડૉ. અદ્વૈત અનુજને તેની બીમારી સામે લડવામાં મદદ કરશે અને તેને અહેસાસ કરાવશે કે અનુપમા તેની સૌથી મજબૂત તાકાત બની શકે છે. તે ડૉક્ટર અદ્વૈતનું પાત્ર હશે જે અનુજ અને અનુપમા નું ફરી મિલન કરાવશે. અનુજ જે બીમારીથી પીડિત છે તે ધીરજને ખબર છે, પરંતુ તે કોઈની સામે સત્ય જાહેર કરી શકતો નથી.

 

માયા ને થશે અહેસાસ 

મીડિયા રિપોર્ટ અનુસાર, માયાને ખ્યાલ આવશે કે અનુજ ફક્ત અનુપમાનો છે અને અનુજને તે જે જીવલેણ રોગ સામે લડી રહ્યો છે તે વિશે જાણ્યા પછી તેને પાછા આવવામાં મદદ કરી શકે છે. જો કે હાલ આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ ડો. અદ્વૈત ઉર્ફે અપૂર્વ અગ્નિહોત્રીએ શો છોડતી વખતે લગભગ એક વર્ષ પહેલા જ પરત ફરવાનો સંકેત આપ્યો હતો. અનુજ અને અનુપમા વચ્ચેના જાદુઈ પુનઃમિલનને જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version