Site icon

કિંજલ સામે આવ્યું તોશુના અફેરનું સત્ય -શું અનુપમાની વહુ કરશે આત્મહત્યા-જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે 

News Continuous Bureau | Mumbai

ટીવી સીરીયલ અનુપમા(TV serial Anupamaa) તેના ટ્વિસ્ટ અને ટર્ન્સને (Twists and turns) કારણે ચાહકોનો પ્રિય શો છે, આ શો દર વખતે કંઈક એવું લઈને આવે છે જે ચાહકોને પ્રભાવિત કરે છે. હાલમાં, નિર્માતાઓએ ટીઆરપી(TRP) વધારવા માટે શોમાં બતાવ્યું છે કે કિંજલની પ્રેગ્નન્સીને કારણે તોશુ શારીરિક જરૂરિયાતો માટે બહાર ગર્લફ્રેન્ડ બનાવે છે, જ્યારે તેની માતા અનુપમાને આ વાતની ખબર પડી તો તે ખૂબ ગુસ્સે થઈ ગઈ. અનુપમા પુત્ર તોશુને રૂમમાં લઈ જાય છે અને ત્યાં તોશુ સ્વીકારે છે કે તેના જીવનમાં એક છોકરી છે, તોશુ કહે છે કે તે તેને પ્રેમ નથી કરતો. તેની સાથે કોઈ ભાવનાત્મક સંબંધ(emotional connection) નથી પરંતુ તે તેની સાથે શારીરિક જરૂરિયાતો માટે સમય પસાર કરી રહ્યો છે, આ સાંભળીને અનુપમાને ખૂબ ગુસ્સો આવે છે, તે તોશુ પર ખૂબ ગુસ્સે થાય છે.

Join Our WhatsApp Community

તોશુના શબ્દો સાંભળીને અનુપમા રડવા લાગે છે અને તેને પોતાના પુત્ર પ્રત્યે અણગમો થવા લાગે છે. તે તેની માતાને કહે છે કે તે તે છોકરી માટે કિંજલને નહીં છોડે. અનુપમા તેને પૂછે છે કે જો કિંજલે પણ આવું કર્યું હોત તો તેણે શું કર્યું હોત? તોશુ કહે છે કે તે કાં તો તે કિંજલને મારી નાખશે અથવા તો તે પોતે મરી જશે. અનુપમા આ બધી વાતો કિંજલને કહેવા માંગે છે પરંતુ રાખીએ તેને કિંજલ અને તેની દીકરી ના સોગંદ આપે છે  જોકે, અનુપમા કહે છે કે તે તેની પુત્રવધૂ સાથે છેતરપિંડી ન કરી શકે.

આ સમાચાર પણ વાંચો : ગોકુલ ધામમાં થઇ નવા તારક મહેતા ની એન્ટ્રી- સોસાયટી વાળા થયા હેરાન-જુઓ શો નો લેટેસ્ટ પ્રોમો 

કહેવાય છે કે સત્ય લાખ છુપાવો પરંતુ તે એક દિવસ તો સામે આવે જ છે.. અનુપમાના આગામી એપિસોડમાં(Episode) કિંજલને તોશુના અફેર વિશે ખબર પડશે. તે આ આઘાત સહન નહીં કરી શકે અને આત્મહત્યા(suicide) કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, અનુપમા પોલીસને બોલાવશે અને તોશુને તેમના હવાલે કરશે.હવે આગળ શું થશે, તે આવનારા સમયમાં ખબર પડશે.

 

Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Avatar 3 Review: અવતાર ૩ રિવ્યુ: દ્રશ્યોમાં જાદુ પણ વાર્તામાં એ જ જૂનો ‘દમ’, શું જેમ્સ કેમરૂનની ‘ફાયર એન્ડ એશ’ જોવી જોઈએ? વાંચો ટિકિટ બુક કરાવતા પહેલા
Movie Tickets: સસ્તી ટિકિટ અને ફેમિલી આઉટિંગ: મંગળવારે સિનેમા હોલમાં કેમ હોય છે સ્પેશિયલ ઓફર્સ?
Ikkis Final Trailer: ‘ઇક્કીસ’ ટ્રેલર: ૧૯૭૧ના યુદ્ધના હીરો અરુણ ખેત્રપાલની શૌર્યગાથા, અગસ્ત્ય નંદા અને ધર્મેન્દ્રની જોડીએ જીત્યા દિલ!
Exit mobile version