Site icon News Continuous Bureau | Mumbai

Anupamaa Upcoming Twist: અનુપમાના ભૂતકાળનું કોઈ પાત્ર કે નવો વિલન? સમુદ્ર કિનારે ઉભેલા વ્યક્તિ ને જોઈ ફેન્સમાં ચર્ચા શરૂ; જાણો અપકમિંગ એપિસોડની રોમાંચક વિગત

Anupamaa Upcoming Twist: સીરિયલમાં એક વર્ષના લીપની તૈયારી, મુશ્કેલ સમયમાં અનુપમાનો સાથ આપવા આવશે આ નવું પાત્ર

Anupamaa Upcoming Twist: New Entry to Shake Up the Story; Mysterious Man Spotted at Seashore

Anupamaa Upcoming Twist: New Entry to Shake Up the Story; Mysterious Man Spotted at Seashore

News Continuous Bureau | Mumbai

Anupamaa Upcoming Twist:  રૂપાલી ગાંગુલી સ્ટારર લોકપ્રિય ટીવી સીરિયલ ‘અનુપમા’  માં ફરી એકવાર મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ટીઆરપી (TRP) ચાર્ટમાં ટોપ પર રહેલો આ શો હવે વાર્તામાં એક વર્ષનો લીપ લાવવાની તૈયારી કરી રહ્યો છે. આ લીપની સાથે જ કહાનીમાં એક નવા પાત્રની એન્ટ્રી થવાના સંકેત મળી રહ્યા છે. મેકર્સ દ્વારા હાલમાં જ એક નાનકડી વીડિયો ક્લિપ રિલીઝ કરવામાં આવી છે, જેમાં એક વ્યક્તિ સમુદ્ર કિનારે ઉભેલો જોવા મળે છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્તેજના જગાવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rashmika and Vijay: રીલ જ નહીં, રિયલ લાઈફમાં પણ હીરો બન્યા વિજય-રશ્મિકા! હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ કરશે સ્કોલરશિપની આ ભેટ; તેલંગાણામાં પ્રશંસનીય પહેલ

કોણ છે સમુદ્ર કિનારે જોવા મળતો વ્યક્તિ?

વાયરલ થઈ રહેલા પ્રોમોમાં એક માણસને સમુદ્રના કિનારે એકલો ચાલતો બતાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ક્લિપમાં તે વ્યક્તિ નો ચહેરો બતાવવામાં આવ્યો નથી, જેના કારણે સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે. ફેન્સ આ પાત્રને લઈને અનેક અંદાજો લગાવી રહ્યા છે. કોઈ તેને અનુજ કાપડિયા સાથે જોડીને જોઈ રહ્યું છે, તો કોઈનું માનવું છે કે અનુપમાની જિંદગીમાં આ એક તદ્દન નવો જ વળાંક લાવનાર પાત્ર હશે. મેકર્સ દ્વારા આ પાત્રની ઓળખ જાણીજોઈને ગુપ્ત રાખવામાં આવી છે.


 સીરિયલમાં અત્યારે એવી ચર્ચા છે કે પ્રાર્થનાના મોત પછી બંને પરિવારો અનુપમાથી મોઢું ફેરવી લેશે. આવી સ્થિતિમાં અનુપમા મુંબઈ અને ત્યારબાદ ગોવા  માં પોતાનો નવો સફર શરૂ કરશે. સમુદ્ર કિનારે દેખાતો આ વ્યક્તિ  અનુપમાના આ નવા સફરમાં તેનો મોટો ટેકો બની શકે છે. ફેન્સમાં એવી પણ ચર્ચા છે કે શું આ અનુપમાનો નવો પ્રેમ  હશે કે પછી તેના ભૂતકાળ સાથે જોડાયેલું કોઈ પાત્ર જે વર્ષો પછી પાછું ફરી રહ્યું છે?અનુપમામાં જ્યારે પણ કોઈ નવી એન્ટ્રી (New Entry) થાય છે, ત્યારે તે વાર્તાને સંપૂર્ણપણે પલટી નાખે છે. હોળીના પર્વ પર શરૂ થનારો આ નવો અધ્યાય અનુપમા માટે ખુશીઓ લાવશે કે નવું દર્દ, તે જોવું રસપ્રદ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Gupt BehindTheScenes। બોબી દેઓલે મનીષા કોઈરાલા સાથે લીધો હતો એવો અજીબ બદલો! ૨૯ વર્ષ પછી ખુલી પોલ; હસવું નહીં રોકી શકો
Historical Romance। રાજ કપૂર સાથે લગ્ન કરવા માટે નરગીસે લીધો હતો દેશના મોટા નેતાનો સહારો! એ કિસ્સો જે આજે પણ કોઈ નથી જાણતું
Suhana Khan on Colorism| ‘મારા રંગ પર કમેન્ટ કરનારાઓ સાંભળી લો…’ જ્યારે ટ્રોલ્સ સામે સિંહણની જેમ ગર્જી હતી શાહરૂખની દીકરી!
Shilpa Shinde Legal Trouble। શિલ્પા શિંદેની મુશ્કેલી વધી, પ્રોડ્યુસર પર ખોટા કેસની કબૂલાત બાદ ધરપકડની માંગ
Exit mobile version