Site icon

બર્થડે સ્પેશિયલ: 19 વર્ષ ની ઉમરં માં અનુષ્કા શર્મા એ આમિર ખાન ની આ ફિલ્મ માટે આપ્યું હતું ઓડિશન, જુઓ વિડીયો

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના કરિયરનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઊંચો ગયો, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી ફિલ્મ 3 ઈડિયટ્સમાં કરીના કપૂરની ભૂમિકા ભજવવાની હતી.

anushka sharma birthday special audition tape from 3 idiots left aamir khan impressed

બર્થડે સ્પેશિયલ: 19 વર્ષ ની ઉમરં માં અનુષ્કા શર્મા એ આમિર ખાન ની આ ફિલ્મ માટે આપ્યું હતું ઓડિશન, જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે.અનુષ્કા શર્મા આજે ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે પરંતુ એક સમયે તે નાની-નાની જાહેરાતો કરીને પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરતી હતી.બહુ ઓછા લોકો જાણે છે કે અનુષ્કા શર્માએ ‘3 ઈડિયટ્સ’ માટે ઓડિશન આપ્યું હતું.આ ફિલ્મમાં અનુષ્કા શર્મા કરીના કપૂર ખાનનો રોલ કરવાની હતી.

Join Our WhatsApp Community

 

અનુષ્કા શર્મા નું ઓડિશન જોઈ આમિર ખાને આપી આવી પ્રતિક્રિયા 

અનુષ્કા શર્માએ ફિલ્મ પીકે ના ઓડિશન દરમિયાન ટેપ બતાવી જેમાં તે 3 ઈડિયટ્સ માટે ઓડિશન આપતી જોવા મળી હતી.જ્યારે અનુષ્કા શર્માએ આ ઓડિશન ટેપ ડિરેક્ટર રાજકુમાર હિરાની અને સુપરસ્ટાર અભિનેતા આમિર ખાનને બતાવી ત્યારે તેમની પ્રતિક્રિયા જોવા જેવી હતી.આ ઓડિશન ટેપ જોયા પછી આમિર ખાન અનુષ્કા શર્માના વખાણ કરવાનું રોકી શક્યો નહીં અને સાથે જ તે કેટલાક દ્રશ્યો પર હસતો પણ જોઈ શકાય છે.બીજી તરફ રાજકુમાર હિરાનીને એ પણ ખબર ન હતી કે અનુષ્કા શર્માએ તેની ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું.ઓડિશન વિડીયોમાં, અનુષ્કા શર્મા રાજકુમાર હિરાનીની ફિલ્મ મુન્નાભાઈ MBBS ના ડાયલોગ બોલતી જોવા મળે છે જે તે ફિલ્મની અભિનેત્રી ગ્રેસી સિંહ દ્વારા બોલવામાં આવ્યો હતો.આ ડાયલોગ ફિલ્મમાં ત્યારે આવ્યો જ્યારે બોમન ઈરાની સંજય દત્તને હોસ્પિટલ માંથી કાઢી મૂકે છે.ઓડિશન વીડિયોમાં અનુષ્કા શર્મા આંખોમાં આંસુ સાથે તે ડાયલોગ આપતા જોઈ શકાય છે.

આ ફિલ્મ થી શરૂ થઇ હતી અનુષ્કા શર્માની ફિલ્મી કારકિર્દી 

અનુષ્કા શર્માએ 2008માં આવેલી ફિલ્મ રબ ને બના દી જોડીથી મોટા પડદા પર પ્રવેશ કર્યો હતો.આ ફિલ્મ સુપરહિટ રહી અને આ પછી અનુષ્કા શર્મા બેન્ડ બાજા બારાત, સુલતાન, દિલ ધડકને દો અને એ દિલ હૈ મુશ્કિલ અને સુઇ ધાગા જેવી ફિલ્મોમાં જોવા મળી.અનુષ્કા શર્માની કારકિર્દીનો ગ્રાફ ઝડપથી ઉપર ગયો.

Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર
Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક
Exit mobile version