Site icon News Continuous Bureau | Mumbai

આખરે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરી વામિકાનો ચહેરો આવ્યો સામે, તસ્વીર જોઈ લોકોએકહી આ વાત; જાણો વિગત, જુઓ ફોટો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

અનુષ્કા શર્મા માટે સમાચારોમાં રહેવું એ આમ સામાન્ય છે. પરંતુ જ્યારથી તેની પુત્રી વામિકા નો જન્મ થયો છે, ત્યારથી તે સતત સમાચારોનો ભાગ બની રહી છે. અભિનેત્રી ના ચાહકો તેને જોવા આતુર છે. ચાહકોના મનમાં એક જ વાત છે કે અનુષ્કા શર્માની લવલી બેબી ગર્લ ની ઝલક કેવી રીતે મેળવી શકાય. હાલમાં અભિનેત્રી એ તેની બાળકીની તસવીર શેર કરી નથી.જો કે તેના ચાહકો વામિકા કોહલીની તસવીર જોવા વિનંતી કરતા રહે છે. પરંતુ અભિનેત્રી એ ચાહકોની લાખો વિનંતીઓ છતાં હજુ સુધી પુત્રીનો ચહેરો જાહેર કર્યો નથી.

તમને જણાવી દઈએ કે, જ્યારે અનુષ્કા શર્મા પોતાની દીકરી સાથે બસમાંથી નીચે ઉતરી રહી હતી ત્યારે ત્યાં ઘણા પાપારાઝી હાજર હતા. અભિનેત્રીની સાથે તેનો પતિ વિરાટ પણ હતો. કેમેરામેન તેની તસવીરો લેવા લાગ્યો. જોકે અનુષ્કા શર્મા દીકરીને કેમેરાથી બચાવતી જોવા મળી હતી.તે જ સમયે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે અનુષ્કા શર્મા એ તેની દીકરી વામિકા ને  ઉચકી છે. જો કે, કેમેરામેન વામિકાની તસવીર લેવામાં સફળ રહ્યા અને હવે તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.તસવીરમાં વિરાટની પુત્રી નો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. વિરાટ કોહલીની દીકરી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ વામિકાના વખાણ કરતા થાકતા નથી. આ સાથે લોકો વામિકાને વિરાટની કોપી કહી રહ્યા છે.

ફિલ્મજગતની પાર્ટીઓ પડશે ભારે! કરિશ્મા કપૂરની પાર્ટી બાદ અર્જુન કપૂર સહિત આ અભિનેત્રીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ; જાણો વિગતે

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version