News Continuous Bureau | Mumbai
Anushka Sharma: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા એ ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. અનુષ્કા ને એક દીકરી પણ છે. જેનું નામ વામિકા છે. થોડા દિવસો પહેલા અનુષ્કા ની બીજી પ્રેગ્નેન્સી ના સમાચાર વહેતા થયા હતા. પરંતુ આના પર અનુષ્કા કે વિરાટ નું કોઈ રિએક્શન આવ્યું નહોતું. હવે ફરી એકવાર અનુષ્કા ની પ્રેગ્નેન્સી ના સમાચારે જોર પકડ્યું છે. અનુષ્કા નો એક વિસીયો જેમાં તે પોતાના લુઝ ડ્રેસ થી બેબી બમ્પ છુપાવતી જોવા મળી હતી.
અનુષ્કા નો વિડીયો થયો
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં બેંગ્લુરુ માં છે.બંને ને હોટલની બહાર પાપારાઝી દ્વારા સ્પોટ કરવામાં આવ્યા હતા. હવે અનુષ્કા-વિરાટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં અનુષ્કાએ બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. જે એકદમ લુઝ હતો. આ ડ્રેસ લાગી રહ્યું હતું કે તે પોતાનો બેબી બમ્પ છુપાવી રહી છે. આ દરમિયાન અનુષ્કા પોતાના પેટ પર હાથ મુકતા જોવા મળી હતી જેના કારણે તેની પ્રેગ્નેન્સી ના સમાચારે જોર પકડ્યું છે.
અનુષ્કા ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા
આ વીડિયો જોયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે અનુષ્કા શર્મા બીજી વખત ગર્ભવતી છે. એક યુઝરે ટિપ્પણી કરતા લખ્યું ‘100 ટકા પ્રેગ્નન્ટ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તે પુષ્ટિ સમાચાર છે.’ એક વ્યક્તિએ સ્પષ્ટ લખ્યું છે કે, ‘વિરાટ-અનુષ્કા ટૂંક સમયમાં ફરીથી માતા-પિતા બનવા જઈ રહ્યા છે.’
આ સમાચાર પણ વાંચોઃ Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનીમલ એ આ મામલે તોડ્યો જવાન અને બ્રહ્માસ્ત્રનો રેકોર્ડ, યુએસએમાં ફિલ્મને મળી આટલી સ્ક્રીન્સ
