Site icon

વિરુષ્કાએ  પોતાની દીકરીનું આ નામ રાખ્યું, શૅર કરી દિકરીની પ્રથમ તસવીર.. જુઓ ફોટો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
01 ફ્રેબ્રુઆરી 2021
બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા અને વિરાટે પોતાની દીકરીની પહેલી તસવીર શેર કરી છે. તસવીરની સાથે સાથે વિરુષકા એ તેનું નામ પણ શૅર કર્યું છે. તેમણે પોતાની દીકરીનું નામ 'વામિકા' રાખ્યું છે. વામિકાનો અર્થ દુર્ગા એવો થાય છે. આમ અનુષ્કા-વિરાટે હિંદુઓમાં આસ્થાનું પ્રતિક અને શક્તિનો સ્રોત મનાતાં દેવીના નામ પરથી પોતાની દીકરીનું નામ રાખ્યું છે.


 
અભિનેત્રી અનુષ્કાએ સોશિયલ મીડિયામાં જે તસવીર શૅર કરી છે તેમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. જોકે દીકરીનો ચહેરો દેખાતો નથી. આ તસવીરને ગણતરીની મિનિટોમાં જ લાખો લાઈક મળી ચુક્યા છે.

 

Join Our WhatsApp Community

 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મમ્મી પપ્પા બનેલા અનુષ્કા અને વિરાટ કોહલીએ મિડીયાને અપીલ કરી હતી કે તેમની દીકરીની તસવીર લેવાનો પ્રયત્ન ન કરો. સમય આવે અમે જાતે જ તમારી સાથે તેની તસવીર શૅર કરીશું. હવે દીકરીની તસવીની સાથે સાથે અનુષ્કાએ તેનું નામ પણ શૅર કર્યું છે.

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version