News Continuous Bureau | Mumbai
ફેમસ સિંગર અરિજીત સિંહ ( arijit singh ) પોતાના ફેન્સનું મનોરંજન કરવા માટે નવા વર્ષમાં ઘણા શહેરોમાં પરફોર્મ ( concert ) કરવા જઈ રહ્યો છે. દરમિયાન, તેની કોલકાતા કોન્સર્ટ રદ કરવામાં આવી હોવાના અહેવાલો છે. અરિજીતના કોન્સર્ટની તારીખ જાહેર કરવામાં આવી હતી પરંતુ હવે મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે શો રદ કરવામાં આવ્યો છે. તે જ સમયે, રિપોર્ટ્સમાં રદ્દ ( concert cancelled ) થવા પાછળનું કારણ રાજકારણ કહેવામાં આવી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અરિજિતે એકવાર સીએમ મમતા બેનર્જીની ( mamata banerjee ) સામે ‘ગેરુઆ સોંગ’ ( gerua ) ગાયું હતું, તેથી જ ગાયકને આ સજા મળી.
ભાજપા નેતા એ લગાવ્યો આ આરોપ
ભાજપના અમિત માલવિયા એ આરોપ લગાવ્યો છે કે અરિજીત સિંહનો શો રદ કરવામાં આવ્યો હતો કારણ કે તેણે મમતા બેનર્જીની સામે શાહરૂખ ખાનનું ગીત ‘ગેરુઆ’ ગાયું હતું અને તે તેનાથી ડરે છે. માલવિયા એ ટ્વિટ કરીને લખ્યું કે, ‘અમિતાભ બચ્ચને કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે જગ્યાના અભાવ વિશે વાત કરી હતી. સ્ટેજ પર મમતા બેનર્જી સાથે રંગ દે તુ મોહે ગેરુઆ ગાનાર અરિજીત સિંહને હવે જાણવા મળ્યું છે કે ઈકો પાર્ક હિડકો ખાતેનો તેમનો શો સરકારી સંસ્થા WB દ્વારા રદ કરવામાં આવ્યો છે.મીડિયા અહેવાલો અનુસાર પશ્ચિમ બંગાળના મંત્રી ફિરહાદ હકીમે જણાવ્યું હતું કે અરિજિત સિંહના કાર્યક્રમ માટે પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો કારણ કે G-20 કાર્યક્રમ પણ તે જ પ્રદેશમાં નિર્ધારિત છે. ફિરહાદ હકીમે જણાવ્યું હતું કે, “ભારતના G-20 પ્રેસિડન્સીને ચિહ્નિત કરતી આ ઇવેન્ટ ઇકો પાર્કની સામે, કન્વેન્શન હોલમાં યોજવામાં આવશે.” આ કાર્યક્રમમાં અનેક વિદેશી મહાનુભાવો હાજરી આપે તેવી શક્યતા છે. અરિજિત સિંહના શો માટે ભારે ભીડ એકઠી થશે અને તેને સંભાળવું મુશ્કેલ બનશે. પોલીસને લાગ્યું કે આટલી મોટી ઘટનાના આયોજનથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે. આ કારણે તેનો શો કેન્સલ કરવામાં આવ્યો છે.જોકે હજુ સુધી સિંગર તરફ થી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
Sr Bachchan was on dot when he spoke about shrinking space for civil liberties and freedom of expression at the Kolkata Film Festival.
Arijit Singh who sang “Rang de tu mohe gerua”, with Mamata Banerjee on the dais now finds his show at EcoPark cancelled by HIDCO, a WB Govt body.— Amit Malviya (@amitmalviya) December 28, 2022
આ સમાચાર પણ વાંચો: પીએમ મોદીની માતાના નિધનથી બોલિવૂડમાં શોક ની લહેર, કંગનાથી લઈને આ સેલેબ્સે આપી સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ
આ તારીખે યોજાવાનો હતો કોન્સર્ટ
તમને જણાવી દઈએ કે, અરિજીત સિંહનો કોન્સર્ટ 18 ફેબ્રુઆરીએ થવાનો હતો પરંતુ હવે સરકારે કહ્યું છે કે આ શોને બીજે શિફ્ટ કરવામાં આવે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ જ સ્થળે 20 જાન્યુઆરીએ સલમાન ખાનનો પણ એક શો યોજાવાનો છે.
