Site icon News Continuous Bureau | Mumbai

Arijit singh: મુંબઈના બંગલા નહીં, પણ અરિજીત સિંહનું આ રેસ્ટોરન્ટ છે ચર્ચામાં; માત્ર ૪૦ રૂપિયામાં મળે છે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન!

Arijit singh: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આવેલું છે અરિજીતનું ‘હેશેલ’ (Heshel); પ્લેબેક સિંગિંગ છોડ્યા બાદ સિંગરના સેવાકીય કાર્યોની ચર્ચા

arijit singh restaurant heshel offers meal for just rs 40

arijit singh restaurant heshel offers meal for just rs 40

News Continuous Bureau | Mumbai

Arijit singh: પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર અરિજીત સિંહનું રેસ્ટોરન્ટ ફરી એકવાર ચર્ચામાં છે. જ્યાં મોટાભાગના સેલિબ્રિટીઝ મુંબઈમાં મોંઘા અને આલીશાન રેસ્ટોરન્ટ ખોલે છે, ત્યાં અરિજીતે પોતાના વતન મુર્શિદાબાદમાં સામાન્ય લોકો અને ગરીબો માટે અત્યંત સસ્તું ભોજન કેન્દ્ર શરૂ કર્યું છે.અરિજીત સિંહના આ ખાસ રેસ્ટોરન્ટનું નામ ‘હેશેલ’ છે. તે મુંબઈની ભીડભાડથી દૂર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આવેલું છે.આ રેસ્ટોરન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં માત્ર 40 માં પેટભરીને શુદ્ધ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ તે લોકો માટે આશીર્વાદ સમાન છે જેઓ ઓછા બજેટમાં ગુણવત્તાયુક્ત ભોજનની શોધમાં હોય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : SRK Iconic Song: એક જ વીડિયોમાં ૫ અવતાર! શાહરૂખ ખાનના આ હિટ ગીતે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ; ૧૮ વર્ષ બાદ પણ વ્યૂઝનો આંકડો જોઈને ચોંકી જશો

મેનેજમેન્ટ અને ઉદ્દેશ્ય

‘હેશેલ’ નું સંચાલન મુખ્યત્વે અરિજીત સિંહના પિતા ગુરદયાલ સિંહ કરે છે. જોકે, અરિજીત પોતે પણ તેના મેનેજમેન્ટ અને ભોજનની ગુણવત્તા પર સતત નજર રાખે છે. આ રેસ્ટોરન્ટનો ઉદ્દેશ્ય નફો કમાવવાનો નથી, પરંતુ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનો છે. અહીં શાકાહારી અને માંસાહારી (Veg & Non-Veg), બંને પ્રકારનું બંગાળી સ્વાદિષ્ટ ભોજન મળે છે.


જ્યાં શિલ્પા શેટ્ટી, અનુષ્કા શર્મા અને મલાઈકા અરોરા જેવા સ્ટાર્સના રેસ્ટોરન્ટ્સ મોંઘા અને હાઈ-પ્રોફાઈલ લોકો માટે હોય છે, ત્યાં અરિજીતનું ‘હેશેલ’ જરૂરિયાતમંદો માટે ખુલ્લું છે. રિટાયરમેન્ટની જાહેરાત બાદ ચાહકો તેના આ માનવીય અભિગમના ભરપૂર વખાણ કરી રહ્યા છે. અરિજીતે સાબિત કરી દીધું છે કે તે માત્ર તેના અવાજથી જ નહીં, પરંતુ તેના કાર્યોથી પણ સાચો ‘સુપરસ્ટાર’ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naagin 8 Major Update ટીવીની આ હસીના બનશે ‘નાગિન ૮’ની નવી વિલન! નામ સામે આવતા જ ફેન્સમાં ભારે ઉત્સાહ
Buntwara 1947 Trailer Released 1947ના વિભાજનની દર્દનાક ઝલક, સની દેઓલ અને શબાના આઝમીની બંટવારા 1947નું ટ્રેલર રિલીઝ
Spider Man Brand New Day Advance Booking સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડેનું એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર પ્રદર્શન, ભારતમાં રીલીઝ પહેલાં જ કરી બમ્પર કમાણી
Shivangi Joshi Harshad Chopda Relationship Rumors ૧૩ વર્ષ મોટા એક્ટર સાથે બ્રેકઅપ બાદ શું હર્ષદ ચોપડાને ડેટ કરી રહી છે શિવાંગી જોશી? ધીરજ ધૂપરે ખોલી પોલ
Exit mobile version