Site icon

અર્નબની દિવાળી જેલમાં જ ઉજવાશે: જેલમાં બંધ અર્નબ ગોસ્વામીને જામીન નહીં, હાઇકોર્ટે નીચલી અદાલતમાં અપીલ કરવા કહ્યું..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

09 નવેમ્બર 2020 

રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીના જામીન હાઈકોર્ટે નામંજુર કર્યા છે. ગયા શનિવારે બોમ્બે હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આર્કિટેક્ટ અને તેની માતાને આત્મહત્યા કરવા ઉકસાવાના આરોપમાં મુંબઇ પોલીસે 4 નવેમ્બરના રોજ અર્નબની ધરપકડ કરી હતી.

@ રાજ્યપાલે અર્નબની સુરક્ષા અંગે ગૃહમંત્રી સાથે વાત કરી

મહારાષ્ટ્ર રાજભવન તરફથી એક નિવેદન આવ્યું છે કે અર્નબના મામલે રાજ્યપાલ બી.એસ. કોશ્યારીએ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે વાત કરી છે. રાજ્યપાલે અર્નબની સુરક્ષા અને આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી. તે જ સમયે, તેમણે ગૃહમંત્રીને કહ્યું કે, અર્નબના પરિવારને તેમની સાથે મળવા અને વાત કરવાની છૂટ આપવામાં આવે.

@ પોલીસે કહ્યું- અર્નબે જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ ફોનનો ઉપયોગ કર્યો… 

રાયગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે અર્નબને 18 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ તેને શનિવારની રાત સુધી અલીબાગની એક શાળામાં ક્વોરેન્ટાઇન સેન્ટર (અસ્થાયી જેલ)માં રાખી, રવિવારે સવારે તેને તલોજા જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસનો આરોપ છે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવા છતાં અર્નબ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતો.

@ અર્નબનો દાવો- પોલીસ ટોર્ચર કરી રહી… 

તલોજા જેલમાં જતાં સમયે અર્નબે કહ્યું કે તેના જીવને જોખમ છે. તેને વકીલ સાથે વાત કરવા દેવામાં આવતા નથી. કસ્ટડીમાં તેમને ત્રાસ આપવામાં આવે છે. શનિવારે અર્નબના વકીલે હાઈકોર્ટમાં સ્પ્લીમેન્ટ્રી અરજી કરી હતી. જેમાં અર્નબે દાવો કર્યો હતો કે પોલીસે તેને જૂતા વડે માર માર્યો અને તેમને પાણી પીવા પણ દીધું ન હતું.

Ranveer Singh: રણવીર સિંહની જીભ લપસી, ‘કાંતારા’ની દેવીને ‘ભૂત’ કહીને નકલ કરતા સોશિયલ મીડિયા પર લોકોએ લીધો આડે હાથ
Rohan Acharya: દીપિકા પાદુકોણની બહેન અનીશા પાદુકોણ રોહન આચાર્ય સાથે કરશે લગ્ન, દેઓલ પરિવાર અને ઇન્ડસ્ટ્રી સાથે છે ગાઢ સંબંધ
Dhurandhar: રિલીઝ પહેલા ‘ધુરંધર’પર વધ્યો વિવાદ, જાણો કેમ કરાચીના પોલીસ અધિકારીની પત્નીએ આપી કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી
Jaya Bachchan: જયા બચ્ચન પાપારાઝીના વર્તનથી ગુસ્સે! મીડિયા ને લઇને કહી આવી વાત
Exit mobile version