ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 જુલાઈ, 2021
બુધવાર
પૉર્નોગ્રાફી મામલામાં બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા કેસમાં દરરોજ નવા-નવા ખુલાસા સામે આવી રહ્યા છે રાજ કુન્દ્રા વિશેષ વ્હોટ્સઍપ ગ્રુપથી જોડાયેલી વ્યક્તિ અરવિંદ શ્રીવાસ્તવનું નામ સામે આવ્યા બાદ તપાસ વધુ જોરમાં ચાલી રહી છે. હવે ખબર એવી આવી રહી છે કે અરવિંદ શ્રીવાસ્તવ ઉર્ફ યશ ઠાકુરનાં બૅન્ક ખાતાંને ફ્રીઝ કરવામાં આવ્યાં છે. સમાચાર એજન્સી ANI પ્રમાણે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે આરોપી અરવિંદ શ્રીવાસ્તવ ઉર્ફ યશ ઠાકુરનાં બૅન્ક ખાતાં ફ્રીઝ કરવામાં આવ્યાં છે, જેમાં લગભગ છ કરોડ રૂપિયા જમા હતા.
વધુમાં જણાવવાનું કે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે SBIને કાનપુરમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાનાં બે ખાતાં જપ્ત કરવાના નિર્દેશ આપ્યા હતા. SBIના અધિકારીઓએ કહ્યું હતું કે આ બે ખાતાંમાં કરોડો રૂપિયા જમા હતા.