ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આજે 27 દિવસ બાદ મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યો છે.
આ જામીનની સાથે 14 શરતો મૂકવામાં આવી છે અને જો તેનું ઉલ્લંઘન થશે તો જામીન રદ કરવામાં આવશે.
ગુરુવારે બૉમ્બે હાઈકોર્ટે આ કેસમાં આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન આપ્યા હતા.
જોકે ઔપચારિકતા ના કારણે શનિવાર સુધી આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા.
મન્નતની બહાર ફેન્સની ભીડ જોવા મળી રહી છે. ફેન્સ આર્યનને વેલકમ કરવા એકઠા થઇ ગયા છે.
શું કેટરિના કૈફ-વિકી કૌશલ લગ્ન પછી અનુષ્કા-વિરાટનાં પાડોશી બનશે! મુંબઈમાં આ સ્થળે લેશે ઘર; જાણો વિગત