Site icon News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ઈન્ડસ્ટ્રીમાં આવવા તૈયાર, કરાવ્યું ટેસ્ટ શૂટ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો પુત્ર આર્યન ખાન પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આર્યન ખાન તેના પિતાની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ માટે વેબ સિરીઝ માટે કામ કરશે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ અનુસાર આર્યન ખાને તેના શૂટિંગને લઈને શૂટ ટેસ્ટ પણ કરાવ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગયા અઠવાડિયે જ મુંબઈના એક સ્ટુડિયોમાં આ સિરીઝનું ટેસ્ટ શૂટ કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Channel

એક ન્યૂઝ પોર્ટલ ના  રિપોર્ટ અનુસાર આર્યન ખાન આ વેબ સિરીઝ માત્ર લખી નથી રહ્યો પરંતુ તે સિરીઝ નું નિર્દેશન પણ કરશે. તેણે આના ઉપર સ્ટુડિયોમાં કામ પણ શરૂ કરી દીધું છે. આર્યન ખાન ઈચ્છે છે કે વેબ સિરીઝનું શૂટિંગ શરૂ કરતા પહેલા ક્રૂ અને સીરિઝ સાથે સંબંધિત પ્રોડક્શનના બાકીના લોકો તેને સારી રીતે સમજી લે. તે આ પ્રોજેક્ટ માટે ખૂબ જ ઉત્સુક છે અને તેણે પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ કરી દીધું છે. આ વેબ સિરીઝના શૂટિંગની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર સ્ટારર જર્સી એક્ટર પ્રિત કામાની પણ સેટ પર જોવા મળ્યો હતો જ્યાં આર્યન ખાનનું ટેસ્ટ શૂટ કરવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પ્રિત કમાણી આ વેબ સિરીઝનો ભાગ છે કે નહીં. જણાવી દઈએ કે શાહરૂખ ખાન પહેલા જ કહી ચુક્યા છે કે તેમના પુત્ર આર્યન ખાનને એક્ટિંગમાં રસ નથી. તે ડિરેકશન ની દિશામાં આગળ વધવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો : દીપિકા પાદુકોણે બતાવી તેની અન્ય પ્રતિભા, 12 વર્ષની ઉંમરે અભિનેત્રી એ કર્યું હતું આવું કામ; જાણો વિગત

શાહરૂખ ખાને એક મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યું હતું કે, 'આર્યન ખાન લખી રહ્યો છે, દિગ્દર્શન કરી રહ્યો છે અને અન્ય વસ્તુઓ પણ કરી રહ્યો છે. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં ફિલ્મ નિર્માતા નો અભ્યાસ શ્રેષ્ઠ અભ્યાસોમાંનો એક છે. મારી પુત્રી અભિનય કરવા માંગે છે. તેણે ચાર વર્ષના થિયેટર કોર્સમાં એડમિશન લીધું છે. મને લાગે છે કે બંનેએ હવે તેમનો અભ્યાસ પૂરો કરવો જોઈએ. કહેવામાં આવી રહ્યું છે કે સુહાના ખાન ફિલ્મમેકર ઝોયા અખ્તરની વેબ સિરીઝથી ડેબ્યૂ કરશે. આ વેબ સિરીઝ 'આર્ચીઝ કોમિક્સ' પર આધારિત છે.

Drishyam 3 Day 1 Box Office Collection ૨ ઑક્ટોબરનો અસલ વિજય! ‘દ્રશ્યમ ૩’ માટે દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ માત્ર સાંજના શો પહેલાં ₹૪૦ કરોડથી વધુની બંપર કમાણી
Abhishek Bachchan On Kajra Re 2 Point 0 શું બનશે ‘કજરા રે 2.0’? અભિષેક બચ્ચન બોલ્યા ‘હું તો તૈયાર છું, પણ ઐશ્વર્યા અને પપ્પા…’
Gondhal India Oscar Entry Special Screening ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ફિલ્મ ‘ગોંધળ’ની દેશના 6 શહેરોમાં થશે સ્પેશિયલ સ્ક્રીનિંગ 6 ભાષાઓમાં દર્શાવાશે ફિલ્મ
Nushrratt Bharuccha Bali Accident બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાનો બાલીમાં ભયાનક અકસ્માત કરોડરજ્જુમાં ફ્રેક્ચર, એર એમ્બ્યુલન્સથી મુંબઈ લવાશે
Exit mobile version