Site icon News Continuous Bureau | Mumbai

Aryan khan: આ વિદેશી અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે શાહરુખ ખાન નો દીકરો આર્યન ખાન! અક્ષય કુમાર ની ફિલ્મ માં કરી ચુકી છે કામ

Aryan khan: શાહરુખ ખાન નો દીકરો આર્યન ખાન તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આર્યન ખાન બ્રાઝિલની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે.

aryan khan dating rumors with brazilian actor larissa bones

aryan khan dating rumors with brazilian actor larissa bones

News Continuous Bureau | Mumbai 

Aryan khan:  બોલિવૂડ નો કિંગ ખાન શાહરુખ ખાન નો મોટો દીકરો આર્યન ખાન ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તેની ચર્ચા થતી રહે છે. આર્યન ખાન વેબ સીરિઝ ‘સ્ટારડમ’થી ડિરેક્શનમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન આર્યન ખાન ની લવલાઈફ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે આર્યન ખાન એક અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ અભિનેત્રી ભારતની નહીં પરંતુ બ્રાઝિલની છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : No entry 2: અનિલ કપૂર અને બોની કપૂર વચ્ચે થઇ બોલચાલ બંધ! આ ફિલ્મ બની બંને ભાઈ વચ્ચે નારાજગી નું કારણ!

બ્રાઝીલ ની અભિનેત્રી ને ડેટ કરી રહ્યો છે આર્યન ખાન 

આર્યન ખાન નો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આર્યન ખાનનો આ વીડિયો વર્ષ 2023માં યોજાયેલી ડીજે માર્ટિન ગેરિક્સની ઈવેન્ટનો છે, જેમાં તે લારિસા બોનેસી અને તેની બહેન સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયોની સાથે એક યુઝરે લખ્યું છે કે, ‘થોડા દિવસો પહેલા મેં Reddit પર એક કોમેન્ટ જોઈ હતી કે આર્યન ખાન લારિસા બોનેસી ને ડેટ કરી રહ્યો છે. પછી મેં સોશિયલ મીડિયા પર તપાસ કરી, આર્યન ઇન્સ્ટાગ્રામ પર લારિસા ના આખા પરિવારને ફોલો કરે છે. લારિસા પણ આર્યનના પરિવારને ફોલો કરે છે. લારિસાની માતાના જન્મદિવસ પર, આર્યનએ તેને ડાયવોલ તરફથી ભેટ મોકલી હતી, જે લારિસાની માતાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી હતી. આ ખોટું પણ હોઈ શકે છે, જોકે હું સોશિયલ મીડિયા પર મારા મંતવ્ય મુજબ આ કહી રહ્યો છું.’

Aryan Khan with Larrisa Bonesi.
byu/South-Catch6393 inBollyBlindsNGossip


આ ઉપરાંત આર્યન ખાન ની ક્લોથીંગ બ્રાન્ડ ના પ્રચાર માં પણ લારિસા જોવા મળી હતી જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 


આર્યન ખાન અને લારિસા બોનેસી એકબીજાને ડેટ કરી રહ્યાં છે કે કેમ તેની પુષ્ટિ થઈ નથી. તેમજ આર્યન ખાન અને લારિસા બોનેસી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. લારિસા બોનેસીની વાત કરીએ તો તે બ્રાઝિલની મોડલ અને ડાન્સર છે. લારિસા બોનેસીએ અક્ષય કુમાર અને જોન અબ્રાહમની ફિલ્મ ‘દેશી બોયઝ’ના ગીત ‘સુબહ હોને ના દે’માં કામ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan KBC 18 Unfulfilled Dream કૌન બનેગા કરોડપતિ ૧૮ માં અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યો અફસોસ કહ્યું જીવનમાં આ એક સપનું અધૂરું રહી ગયું
RGV Mohit Suri Underworld Movie દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનની લોહિયાળ દુશ્મની પર બનશે ફિલ્મ રામ ગોપાલ વર્મા અને મોહિત સૂરી લાવશે ‘ધુરંધર’થી પણ મોટી એક્શન ફિલ્મ
Mirzapur The Movie Box Office Records બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની ૨૦૨૬ની ૫મી હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ..
Rohit Chandel Bail POCSO Case પોક્સો કેસમાં જામીન પર જેલમાંથી બહાર આવ્યો અભિનેતા રોહિત ચંદેલ પહેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું જ્યાં ધર્મ છે, ત્યાં વિજય છે
Exit mobile version