Site icon News Continuous Bureau | Mumbai

Aryan khan drug case: શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ની ધરપકડ પર સમીર વાનખેડે એ કહી આવી વાત, ચેટ લીક કરવા પર આપ્યો જવાબ

Aryan khan drug case: શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ની વર્ષ 2021 માં ડ્રગ કેસ માં ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાની તપાસ સમીર વાનખેડે દ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ સમીર વાનખેડે પર ઘણા આરોપ પણ લાગ્યા હતા. હવે આર્યન ખાન ને લઈને સમીર વાનખેડે એ વાત કરી છે.

aryan khan drug case investigator sameer wankhede denies leaking shahrukh khan chat

aryan khan drug case investigator sameer wankhede denies leaking shahrukh khan chat

News Continuous Bureau | Mumbai

Aryan khan drug case: શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ની વર્ષ 2021 માં ડ્રગ કેસ માં ધરપકડ કરવામાં આવી હતી. આર્યનને જામીન મળ્યા પહેલા 25 દિવસ જેલમાં વિતાવ્યા હતા અને બાદમાં તેને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલાની તપાસ સમીર વાનખેડે દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સમીર વાનખેડે પર ઘણા આરોપ પણ લાગ્યા હતા.સમીર પર શાહરૂખ ખાન સાથેની તેની લીક થયેલી ચેટ અને આર્યનને છોડાવવા માટે લાંચ લેવાના આરોપો પણ લાગ્યા હતા. હવે સમીરે આ અંગે ખુલીને વાત કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Pushpa 2: દંગલ નો આ રેકોર્ડ તોડવા તરફ આગળ વધી પુષ્પા 2, આમિર ખાને એડવાન્સ માં આપેલા અભિનંદન પર અલ્લુ અર્જુને આપી આવી પ્રતિક્રિયા

શાહરુખ ખાન અને આર્યન ખાન મામલે સમીર વાનખેડે એ કરી વાત

એક ઇન્ટરવ્યૂ દરમિયાન સમીર વાનખેડે ને શાહરુખ ખાન અને આર્યન ખાન વિશે પૂછવામાં આવ્યું હતું જેના જવાબ માં સમીરે કહ્યું, ‘હું એમ નહીં કહું કે મને નિશાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ હું કહીશ કે હું સૌથી નસીબદાર વ્યક્તિ છું. કારણ કે મને મધ્યમ વર્ગના લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો, જેમનું નસીબ એટલું સારું નથી. ક્યારેક મને લાગે છે કે મને જે પ્રેમ મળ્યો છે તેના કારણે આ બધું સહન કરવું યોગ્ય છે. તેની નજરમાં કોઈ વ્યક્તિ ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિએ સમાન નિયમો સાથે કાયદાનો સામનો કરવો જોઈએ. મને કોઈ અફસોસ નથી, જો મને ફરી તક મળશે તો હું ફરી આવું જ કરીશ.’


સમીર વાનખેડે ને જયારે શાહરુખ ખાન અને તેની ચેટ લીક કરવા પર પૂછવામાં આવ્યું ત્યારે સમીરે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેણે કોર્ટમાં સબમિટ કરેલા સોગંદનામાને ટાંક્યો હતો જે તેને આ કેસ વિશે બોલવા માટે પ્રતિબંધિત કરે છે. જોકે, તેણે સ્પષ્ટતા કરી હતી કે તેણે ચેટ લીક કરી નથી. તેણે કહ્યું, ‘હું એટલો નબળો નથી કે વસ્તુઓ લીક કરી દઉં.’ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું શાહરૂખ ખાન અને આર્યનને પીડિતા જેવા દેખાડવા માટે ચેટ જાણીજોઈને લીક કરવામાં આવી હતી? તો તેણે જવાબ આપ્યો, ‘જેણે પણ આ કર્યું છે, હું તેને કહીશ કે વધુ પ્રયત્ન કરે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Exit mobile version