Site icon

Aryan khan: શું બોલિવૂડ ના આ સુપરસ્ટાર પર આધારિત છે આર્યન ખાન ની વેબ સિરીઝ ‘સ્ટારડમ’? જાણો કેવી છે સિરીઝ ની વાર્તા

Aryan khan: શાહરુખ ખાન નો દીકરો આર્યન ખાન હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આર્યન ખાન તેના અંગત જીવન ને લઈને નહીં પરંતુ તેની વેબ સિરીઝ સ્ટારડમ ને લઈને ચર્ચામાં છે. આર્યન ખાન ની વેબ સિરીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

aryan khan web series stardom story based on shahrukh khan as per source

aryan khan web series stardom story based on shahrukh khan as per source

News Continuous Bureau | Mumbai

Aryan khan: શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ને અભિનય માં બિલકુલ રસ નથી. આ વાત નો ખુલાસો શાહરુખ ખાને પહેલા જ કર્યો હતો. હવે આર્યન ખાન સ્ક્રિપ્ટ રાઈટર અને ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આર્યન ખાન વેબ સિરીઝ સ્ટારડમ થી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.આ વેબ સિરીઝ ની સ્ટારકાસ્ટ ને લઈને ખુબ ચર્ચા ચાલી હતી. ચાહકો આ વેબ સિરીઝ સાથે જોડાયેલી દરેક વસ્તુ જાણવા માંગે છે. હવે આ વેબ સિરીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Community

 

આર્યન ખાન ની વેબ સિરીઝ સ્ટારડમ ની વાર્તા 

એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, ‘આર્યન ખાનની વેબ સિરીઝ ‘સ્ટારડમ’ દિલ્હીના એક છોકરાની જર્ની બતાવશે. આ છોકરાનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું હાંસલ કરવાનું સપનું છે. આ એક એવા છોકરાની વાર્તા છે જે પોતાનું ‘સ્ટારડમ’ હાંસલ કરવા માટે ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. આ વાર્તા આપણને શાહરૂખ ખાનની સફરની યાદ અપાવે છે અને તેની વાર્તા કહેવા માટે તેના પુત્ર કરતાં વધુ સારું કોણ હોઈ શકે.’ સૂત્રએ વધુમાં ઉમેર્યું કે, ‘એવું ચોક્કસ કહી શકાય નહીં કે આખી વેબ સિરીઝ શાહરૂખ ખાનના જીવન પર આધારિત છે. આ બાયોપિક નથી. પરંતુ દિલ્હીના છોકરાની વાર્તા ચોક્કસપણે બતાવવામાં આવશે.’


તમને જણાવી દઈએ કે સ્ટારડમ દ્વારા આર્યન ખાન એક નિર્દેશક તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ વેબ સિરીઝ ના 6 એપિસોડ હશે. 

આ સમાચાર પણ વાંચો : Sara ali khan: સારા અલી ખાન માટે ખાસ રહ્યું વર્ષ 2023, અભિનેત્રી એ વિડીયો શેર કરી બતાવી ઝલક

 

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version