Site icon

The Bads Of Bollywood: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં આર્યન ખાને કર્યું શાહરુખ માટે આવું કામ, પાછળ જોતી રહી ગઈ ગૌરી ખાન, જુઓ પિતા-પુત્ર ના પળ નો વિડીયો

The Bads Of Bollywood: આર્યન ખાનની ડિરેક્ટેડ પહેલી સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ની સ્ક્રીનિંગમાં શાહરુખે પોઝ આપ્યા અને આર્યને ક્લિક કરી ખાસ તસવીર

Aryan Turns Photographer for Shah Rukh at The Bads of Bollywood Screening

Aryan Turns Photographer for Shah Rukh at The Bads of Bollywood Screening

News Continuous Bureau | Mumbai

The Bads Of Bollywood: બુધવારનો દિવસ શાહરુખ ખાન અને તેમના પરિવાર માટે ખાસ રહ્યો. આર્યન ખાન  ની ડિરેક્ટેડ પહેલી વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની સ્ક્રીનિંગ દરમિયાન શાહરુખ અને આર્યન વચ્ચેનો પિતા-પુત્ર ની પ્રેમભરી પળ કેમેરામાં કેદ થઇ. શાહરુખ જ્યારે પાપારાઝી સાથે ફોટો ક્લિક કરાવી રહ્યો હતો, ત્યારે આર્યન પોતે તેનો ફોટોગ્રાફર બની ગયો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો

શાહરુખે પાપારાઝી સાથે ક્લિક કરાવ્યા ફોટો

ઇવેન્ટ દરમિયાન શાહરુખે પાપારાઝી સાથે ખૂબ જ મિત્રતાપૂર્વક વર્તન કર્યું. તેણે ફોટોગ્રાફર્સ સાથે પોઝ આપ્યા અને ગ્રુપ ફોટો પણ ક્લિક કરાવ્યો. આ ખાસ પળને આર્યન પોતાના કેમેરામાં કેદ કરતો જોવા મળ્યો, આ દરમિયાન શાહરુખ નો પૂરો પરિવાર ત્યાં હાજર હતો ગૌરી આ બંને ની ખાસ પળ જોતી રહી ગઈ હવે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.


આ સ્ક્રીનિંગમાં કાજોલ, અજય દેવગન, બોબી દેઓલ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મનોજ પાહવા, રાઘવ જુયાલ, ગૌતમી કપૂર સહિત અનેક સેલિબ્રિટીઝ હાજર રહ્યા. અંબાણી પરિવારના કેટલાક સભ્યો પણ ખાસ આમંત્રણ પર હાજર રહ્યા.આર્યન ખાન દ્વારા ડિરેક્ટેડ આ સિરીઝમાં લક્ષ્ય લાલવાણી મુખ્ય પાત્ર ‘આસમાન’ તરીકે છે. બોબી દેઓલ ગ્રે શેડ પાત્રમાં છે, જ્યારે મોના સિંહ, રાઘવ જુયાલ, ગૌતમી કપૂર અને મનોજ પાહવા પણ મહત્વની ભૂમિકામાં છે. સિરીઝને ગૌરી ખાન એ પ્રોડ્યૂસ કરી છે અને તે 18 સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version