Site icon

સુષ્મિતા સેન અને લલિત મોદી એકબીજાના પ્રેમમાં.. લવ અફેર પર વાયરલ થયા Funny Memes, તમે પણ નહીં રોકી શકો હસી…

News Continuous Bureau | Mumbai 

ભારત(India)માં T20 લીગ IPL(Indian premier league)નો પાયો નાખનાર ઉધોગપતિ લલિત મોદી(Lalit Modi) ફરી એકવાર ચર્ચામાં છે. લલિત મોદી બોલિવૂડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન(bollywood actress Sushmita Sen)ને ડેટ કરી રહ્યા છે. લલિત મોદીએ પોતે ટ્વિટર(twitter) દ્વારા આ જાણકારી આપી છે. ત્યારથી યુઝર્સની સતત પ્રતિક્રિયા આવી રહી છે અને સો.મીડિયા પ્લેટફોર્મ પર મીમ્સ(memes)નું પૂર આવી ગયું છે. બંનેના અફેર(Affair)ની વાત ફેન્સના ગળેથી નીચે ઉતરી રહી નથી. સોશિયલ મીડિયા પર ફેન્સ આ લવ અફેરના સમાચારો પર ફની મીમ્સ શેર કરી રહ્યાં છે, જેને જોઇને તમે પણ હંસવુ નહીં રોકી શકો. 

Join Our WhatsApp Community

લલિત મોદીના સુષ્મિતા સેન સાથે અફેરના સમાચાર પર સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. એક યુઝરે સુષ્મિતા સેનના બોયફ્રેન્ડનું લિસ્ટ શેર કર્યું છે. રણદીપ હુડ્ડા, રોહમન શૉલ અને લલિત મોદી સાથે તેમનો ફોટો શેર કરતા લખ્યું છે કે બધું અજમાવો અને પછી યોગ્ય પસંદ કરો.

 

તો અન્ય એક યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું કે – તે લોકો માટે બે મિનિટનું મૌન. જેઓ વિચારે છે કે 2-3 કલાક જિમ વર્ક કરીને તેઓ ફિટ દેખાશે.

 

તો બીજા અન્ય એક યૂઝરે ટ્વીટ કર્યું- પૈસા પર મારો વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે.  તો અન્ય એક યુઝરે લખ્યું, 'યે ક્યા હુઆ, લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે લગ્ન કર્યા. કોણ કહે છે કે પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી.

 

આ સમાચાર પણ વાંચો : મીરા-ભાંયદરમાં કોણ સાચ્ચુ-કોણ ખોટું-ઠાકરે અને શિંદે ગ્રુપે નગરસેવકોને લઈને એકબીજા દાવાને ફગાવ્યા-જાણો વિગત

 તો અન્ય એક યુઝરે પંચાયત સીરિઝ સાથે સંબંધિત એક મેમ પોસ્ટ કર્યો છે. તેની ટેગલાઈન હતી – 'મત દેખ વિનોદ દેખા નહી જાયેગા'. તો અન્ય એક યુઝરે લખ્યું, 'ભારત સરકાર લલિત મોદીને પકડવામાં નિષ્ફળ રહી, પરંતુ સુષ્મિતા સેન સફળ રહી.  ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેન પૂર્વ મિસ યુનિવર્સ છે. તો લલીત મોદી IPLના પૂર્વ  ચેરમેન તેમજ ઉદ્યોગપતિ છે.

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version