Site icon

આશા ભોંસલે નું મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું સન્માન, એકનાથ શિંદે ના હસ્તે પીઢ ગાયિકા ને એનાયત કરવામાં આવ્યો આ એવોર્ડ

પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેને શુક્રવારે કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

asha bhosale honored with maharashtra bhushan award

આશા ભોંસલે નું મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું સન્માન, એકનાથ શિંદે ના હસ્તે પીઢ ગાયિકા ને એનાયત કરવામાં આવ્યો આ એવોર્ડ

News Continuous Bureau | Mumbai

રાજ્યના સર્વોચ્ચ એવોર્ડ ‘મહારાષ્ટ્ર ભૂષણ’નું આયોજન છેલ્લા સાત દાયકાથી કરવામાં આવી રહ્યું છે. ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે એક શાનદાર સમારંભમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા પીઢ ગાયિકા આશા ભોંસલે ને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ અવસરે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, વિધાનસભા અધ્યક્ષ એડ. રાહુલ નાર્વેકર, સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુધીર મુનગંટીવાર, મુંબઈ શહેર જિલ્લાના વાલી મંત્રી દીપક કેસરકર અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ઉપસ્થિત હતા. આ એવોર્ડ સ્વીકાર્યા બાદ આશા ભોંસલે એ કહ્યું, “મહારાષ્ટ્ર ભૂષણ પરિવાર દ્વારા આપવામાં આવ્યું છે, તે મારા માટે ભારત રત્ન સમાન છે.”

Join Our WhatsApp Community

આશા ભોંસલે ની ફિલ્મી કરિયર 

હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અવાજથી હજારો ગીતો ગાનાર આશાતાઈનો જન્મ વર્ષ 1933માં થયો હતો. આશાતાઈને નાનપણથી જ ગાવાનો શોખ હતો. તેમણે 1943માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને 1948માં તેમને હિન્દી સિનેમામાં ગાવાની તક મળી. તે પછી, આગામી સાત દાયકા સુધી, આશાતાઈએ તેના સુરીલા અવાજથી લાખો ચાહકોના દિલો પર રાજ કર્યું.આશાતાઈએ એક હજારથી વધુ ફિલ્મોમાં પ્લે-બેક સિંગર તરીકે ગીતો ગાયા છે. બોલિવૂડમાં મેલોડી ક્વીન તરીકે જાણીતી આશાતાઈએ અત્યાર સુધીમાં 11 હજારથી વધુ ગીતો ગાયા છે. રસપ્રદ વાત એ છે કે આશાતાઈએ હિન્દી-મરાઠી ઉપરાંત 20 થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા છે. તેમાં બંગાળી, તેલુગુ, તમિલ, અંગ્રેજી જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પણ તેના પ્રદર્શનની નોંધ લીધી હતી. 2011માં આશાતાઈનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું હતું. 

Satish Shah: ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ સતીશ શાહનું નિધન, ૭૪ વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
Baahubali The Epic Trailer : મહિષ્મતી ની દુનિયા માં પાછા જવા થઇ જાઓ તૈયાર, પ્રભાસની ‘બાહુબલી – ધ એપિક’નું ટ્રેલર થયું રિલીઝ
Aryan Khan: ધ બેડસ ઓફ બોલિવૂડ બાદ હવે આર્યન ખાન લાવશે આ સુપરહીરો ની વાર્તા! લક્ષ્ય લાલવાણી સાથે કરશે વધુ એક પ્રોજેક્ટ
KBC 17 Child Contestant: KBC 17ના બાળક કન્ટેસ્ટન્ટ ઇશિત ભટ્ટ ને થયો તેના વર્તન પર પસ્તાવો, અમિતાભ બચ્ચનથી માફી માંગતા કહી આવી વાત
Exit mobile version