Site icon News Continuous Bureau | Mumbai

Asha Bhosle Family Tree:આશા ભોંસલે અને તેમનું અદભૂત ફેમિલી ટ્રી: સંગીત જેમના લોહીમાં વહે છે, એવા મંગેશકર પરિવારની ખાસ ગાથા.

Asha Bhosle Family Tree:મંગેશકર પરિવારમાં જન્મેલી આશા તાઈએ સંઘર્ષો વચ્ચે બનાવી પોતાની ઓળખ; 16 વર્ષની ઉંમરે લગ્ન, બે સંતાનોનું નિધન અને સંગીત સાથેનો અતૂટ નાતો

Asha Bhosle Family Tree: From Lata Mangeshkar to R.D. Burman, a look at the legendary musical lineage.

Asha Bhosle Family Tree: From Lata Mangeshkar to R.D. Burman, a look at the legendary musical lineage.

News Continuous Bureau | Mumbai

Asha Bhosle Family Tree:દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના નિધન બાદ તેમના પરિવાર અને અંગત જીવનના સંઘર્ષો ફરી ચર્ચામાં આવ્યા છે. સંગીતના વારસા સાથે જન્મેલા આશા તાઈએ માત્ર ગાયકીમાં જ નહીં, પણ અંગત જીવનની અનેક મુશ્કેલીઓમાં પણ મક્કમતા બતાવી હતી. મંગેશકર પરિવારની આ દીકરીએ પોતાની મહેનતથી વિશ્વભરમાં એક અલગ મુકામ હાંસલ કર્યો હતો.૯૨ વર્ષની વયે ૧૨ એપ્રિલના રોજ મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે આશા તાઈએ અંતિમ શ્વાસ લીધા. તેમના પરિવારમાં સંગીતના દિગ્ગજ નામો સામેલ છે, જે નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ

મંગેશકર પરિવારની વિરાસત

આશા ભોંસલેનો જન્મ સંગીતના દિગ્ગજ પંડિત દીનાનાથ મંગેશકરના ઘરે થયો હતો, જેમના સંસ્કારો અને સૂરનો વારસો તેમને ગળથૂથીમાં જ મળ્યો હતો. પિતાના અકાળ અવસાન બાદ આખા પરિવારની જવાબદારી બાળકો પર આવી પડી હતી, જેમાં સ્વર કોકિલા લતા મંગેશકર, ઉષા મંગેશકર અને મીના ખાદીકર જેવી બહેનો તેમજ ભાઈ હૃદયનાથ મંગેશકરે એકબીજાનો સાથ આપીને પરિવારને સંભાળ્યો હતો. આ તમામ ભાઈ-બહેનો સંગીત અને કળાની દુનિયામાં અત્યંત સક્રિય રહ્યા અને દેશનું નામ રોશન કર્યું. જોકે, આટલા મોટા અને નામી પરિવારના સભ્યો હોવા છતાં, આશા તાઈએ ક્યારેય પોતાની ઓળખને કોઈના પડછાયામાં દબાવા દીધી નથી. તેમણે પોતાના અનોખા અવાજ, વર્સેટિલિટી અને અલગ અંદાજથી સંગીત જગતમાં પોતાની એક આગવી અને અજોડ ઓળખ ઊભી કરી છે.


આશા ભોંસલેની અંગત જિંદગી ફિલ્મી વાર્તા જેવી સંઘર્ષમય રહી છે. આશા તાઈ એ માત્ર ૧૬ વર્ષની ઉંમરે પરિવારની મંજૂરી વગર ગણપતરાવ ભોંસલે સાથે લગ્ન કર્યા હતા. જોકે, ત્યાં તેમને માનસિક અને શારીરિક હિંસાનો સામનો કરવો પડ્યો અને ૧૯૬૦માં તેઓ અલગ થઈ ગયા.ત્યારબાદ તેમણે મશહૂર સંગીતકાર આર.ડી. બર્મન (પંચમ દા) સાથે લગ્ન કર્યા. આ જોડીએ સંગીત જગતને અનેક સુપરહિટ ગીતો આપ્યા.આશા તાઈ ને  ગણપતરાવ સાથે તેમને ત્રણ બાળકો હતા – હેમંત, આનંદ અને વર્ષા.આશા તાઈએ જીવનમાં અનેક દુખ સહ્યા છે. ૨૦૧૨માં તેમની પુત્રી વર્ષાનું અવસાન થયું અને ૨૦૧૫માં પુત્ર હેમંતે કેન્સરને કારણે જીવ ગુમાવ્યો. બે સંતાનો ગુમાવવા છતાં તેમણે હિંમત હાર્યા વગર કામ ચાલુ રાખ્યું હતું. હાલમાં તેમની પૌત્રી જનાઈ ભોંસલે આ સંગીતની વિરાસતને આગળ ધપાવી રહી છે અને સંગીત ક્ષેત્રે સક્રિય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhuri Dixit Playback Singing Devdas Movie । શું તમે જાણો છો? ‘દેવદાસ’ના આ સુપરહિટ ગીતમાં છુપાયેલો છે માધુરી દીક્ષિતનો અસલી અવાજ!
Sara Ali Khan Weight Loss Transformation। પિઝાબ્રાઉની કનેક્શન! સારા અલી ખાને વેઇટ લોસ જર્નીને લઈને કર્યો મોટો ખુલાસો
Alia Bhatt Alpha Character Details Out। આલિયા ભટ્ટની ‘આલ્ફા’ ને લઈને ચોંકાવનારો દાવો! જો એજન્ટ નહીં બને, તો ફિલ્મમાં શું હશે આલિયાનું પાત્ર?
Bobby Deol Movie। આલિયા અને રણબીર કપૂર અંગે બોબી દેઓલનો મોટો ખુલાસો ફિલ્મ ‘આલ્ફા’ ના મુશ્કેલ શૂટિંગના અનુભવો કર્યા શેર
Exit mobile version