News Continuous Bureau | Mumbai
Ashutosh Gowariker: બોલિવૂડ દિગ્દર્શક આશુતોષ ગોવારિકર નો પુત્ર લગ્ન ના બંધન માં બંધાવવાનો છે.આ લગ્નમાં બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓ હાજરી આપશે. આ માટે આશુતોષ પોતાના પુત્રના લગ્ન કાર્ડ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આશુતોષે પીએમ મોદીને તેમના પુત્રના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું.જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
આ સમાચાર પણ વાંચો: Sikandar teaser: સિકંદર બની છવાયો સલમાન ખાન, અભિનેતા ની ફિલ્મ નું એક્શન થી ભરપૂર ટીઝર થયું રિલીઝ
આશુતોષ ગોવારિકર એ આપ્યું પીએમ મોદી ને આમંત્રણ
સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં આશુતોષ ગોવારિકર વડાપ્રધાન મોદીને મળતા જોવા મળ્યા હતા. આ મુલાકાત માં તેમના પત્ની સુનિતા ગોવારીકર પણ હાજર હતા. દિગ્દર્શક તેમની પત્ની સાથે તેમના પુત્ર કોણાર્કના લગ્ન નું આમંત્રણ આપવા પીએમ મોદી ને મળ્યા હતા.
#AshutoshGowariker and #SunitaGowariker extend a heartfelt invitation to Honourable Prime Minister Narendra Modi for the wedding of their beloved son, Konark.#Celebs pic.twitter.com/IvTOgLFb7m
— Filmfare (@filmfare) February 28, 2025
આશુતોષ ગોવારિકરના પુત્ર કોણાર્ક ગોવારિકર 2 માર્ચ, 2025 ના રોજ નિયતિ કનકિયા સાથે લગ્ન કરશે. આ લગ્નમાં બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઝ હાજરી આપશે. કોણાર્ક ગોવારિકર પણ પિતાની જેમ ફિલ્મો સાથે સંકળાયેલો છે. તે પડદા પાછળ તેના પિતા સાથે કામ કરે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
