Site icon News Continuous Bureau | Mumbai

Lata Asha Memorial Hospital: એશિયાની સૌથી મોટી હોસ્પિટલ હવે મહારાષ્ટ્રમાં! લતા મંગેશકર અને આશા ભોંસલેના નામે થશે નિર્માણ

Lata Asha Memorial Hospital: પુણેમાં 'લતા-આશા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ' સ્થાપવામાં આવશે; ગરીબોની સેવા માટે લતા દીદીએ લીધેલો સંકલ્પ હવે થશે સાકાર

Asia's largest hospital to be built in Pune in memory of Lata Mangeshkar and Asha Bhosle

Asia's largest hospital to be built in Pune in memory of Lata Mangeshkar and Asha Bhosle

News Continuous Bureau | Mumbai

Lata Asha Memorial Hospital: સંગીત જગતની બે મહાન હસ્તીઓ લતા મંગેશકર અને આશા ભોંસલે હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો અને સેવાકીય કાર્યો હંમેશા જીવંત રહેશે. મંગેશકર પરિવારે સમાજ સેવાના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચવાની જાહેરાત કરી છે. લતા મંગેશકર અને હાલમાં જ અવસાન પામેલા આશા ભોંસલેની યાદમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ બનાવવામાં આવશે. સંગીત નિર્દેશક હૃદયનાથ મંગેશકરે આ ભવ્ય પહેલની સત્તાવાર જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Asha Bhosle Last Rites: આશા તાઈના અંતિમ દર્શન માટે ઉમટી મેદની: સચિન તેંડુલકર અને રિતેશ દેશમુખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી, મુંબઈમાં ગમગીનીનો માહોલ

લતા દીદીનો 25 વર્ષ જૂનો સંકલ્પ હવે પૂરો થશે

 હૃદયનાથ મંગેશકરે જણાવ્યું હતું કે, લતા દીદીનો દ્રઢ નિશ્ચય હતો કે પુણે શહેરમાં તેમના નામે એક એવી હોસ્પિટલ બનાવવામાં આવે જે ગરીબોની નિઃસ્વાર્થ સેવા કરે. આ નિર્ણય પરિવાર દ્વારા 25 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. દીદીની પ્રેરણાથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ હવે મૂર્ત સ્વરૂપ લેવા જઈ રહ્યો છે. હૃદયનાથે ભાવુક થતા કહ્યું કે, દીદી આપણી વચ્ચે નથી રહી, પરંતુ અમે નક્કી કર્યું છે કે આ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી મેડિકલ સંસ્થા બને તેવા પ્રયાસો કરવામાં આવશે.


આ હોસ્પિટલના ઉદ્ઘાટનનું મુહૂર્ત 16 તારીખે નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તે દરમિયાન જ આશા ભોંસલેનું અવસાન થતા પરિવારે મોટો નિર્ણય લીધો છે. હવે આ હોસ્પિટલનું નામ લતા મંગેશકર અને આશા મંગેશકર બંનેના નામ પર રાખવામાં આવશે. આ સંસ્થાનું નામ ‘લતા-આશા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ અથવા ‘લતા-આશા મંગેશકર આયુર્વિદ્યા સંસ્થાન’ રાખવાની શક્યતા છે. આ માટે પુણેમાં વિશાળ જમીન લેવામાં આવી છે અને તેનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version