Site icon

દયાબેનની એન્ટ્રી પર અસિત મોદીએ કર્યો ખુલાસો, 6 વર્ષ થી શો થી દૂર દિશા વાકાણી ને લઇ ને નિર્માતા એ કહી આ વાત

તારક મહેતા ના નિર્માતા અસિત કુમાર મોદીએ આખરે ખુલાસો કર્યો છે કે તેઓ દયાબેનની ભૂમિકા ભજવવા માટે નવી અભિનેત્રીની શોધમાં છે. જાણો દિશા વાકાણી વિશે શું કહ્યું.

asit kumar modi talks about disha vakani return

દયાબેનની એન્ટ્રી પર અસિત મોદીએ કર્યો ખુલાસો, 6 વર્ષ થી શો થી દૂર દિશા વાકાણી ને લઇ ને નિર્માતા એ કહી આ વાત

News Continuous Bureau | Mumbai

ટીવીનો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’15 વર્ષ થી તેના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો તેની સ્ટોરી કરતાં વધુ સ્ટારકાસ્ટ ને કારણે ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. ભૂતકાળમાં, ઘણા મહત્વપૂર્ણ પાત્રો એ શો છોડી દીધો હતો. જો કે ટૂંક સમયમાં આ બધા પાત્રો ભજવવા માટે શોમાં નવા કલાકારો લાવવામાં આવ્યા હતા, પરંતુ વર્ષોથી દયાબેનની જગ્યા ભરાઈ નથી. શોના નિર્માતા અસિત કુમાર મોદીએ દયાબેનની પુનઃ એન્ટ્રી વિશે ઘણી વખત વાત કરી છે. આ વખતે પણ તેણે દિશા વાકાણીને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.

Join Our WhatsApp Community

 

લોકો ને જવાબ આપી ને થઇ ગયા છે નિર્માતા 

દિશા વાકાણીએ શો છોડ્યાને છ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. લોકો શોના મેકર્સ પાસે તેમને પાછા લાવવાની માંગ કરતા રહે છે. આ બાબતને લઈને આસિત મોદીએ આખરે ખુલાસો કર્યો છે કે તેમણે એક અભિનેત્રીની શોધ શરૂ કરી છે જે આ શોમાં દિશા વાકાણીને રિપ્લેસ કરી શકે.એક મીડિયા હાઉસ સાથેની વાતચીત દરમિયાન અસિત મોદીને પૂછવામાં આવ્યું કે, ‘દયાબેન ક્યારે પાછા આવશે?’ તો તેણે કહ્યું કે ‘હું જવાબ આપીને થાકી ગયો છું.’ અસિતે લોકોને આ પ્રશ્ન ન પૂછવાની વિનંતી પણ કરી છે પરંતુ તેણે કહ્યું કે ‘તેણે આ અંગે વાત કરવી પડશે કારણ કે તે શોના નિર્માતા છે. તેઓ ઈચ્છે છે કે દિશા પાછી આવે પરંતુ તે બે બાળકોની માતા છે, તેથી તે તેના પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે.

 

દયાબેન ના પાત્ર વિશે કરી વાત 

એક ન્યૂઝ પોર્ટલ ને અસિત મોદી એ કહ્યું, ‘દયાબેનની ભૂમિકા ભજવવી સરળ નથી. દિશાએ જે રીતે કર્યું તે બધા જાણે છે. આજે પણ તેની ખોટ સાલે છે. આ રોલ માટે નવી અભિનેત્રી શોધવી સરળ નથી. તેનો અર્થ એ નથી કે હું ડરું છું. હું ડરતો નથી પરંતુ હું શોધી રહ્યો છું. દિશાને બદલવી અશક્ય છે. સમય લાગે છે પણ દયાબેન જલ્દી પાછી આવશે.’

KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી ધૂમ! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Exit mobile version