Site icon

આજે લગ્નના બંધનમાં બંધાશે અથિયા શેટ્ટી-કે એલ રાહુલ, સંગીત સેરેમની નો વાયરલ થયો વીડિયો

બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટી ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કરી રહી છે. જેનો સંગીત નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

kl rahul athiya shetty sangget ceremony

આજે લગ્નના બંધનમાં બંધાશે અથિયા શેટ્ટી-કે એલ રાહુલ, સંગીત સેરેમની નો વાયરલ થયો વીડિયો

News Continuous Bureau | Mumbai

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ 23 જાન્યુઆરી એટલેકે આજે,  અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંનેના લગ્ન અથિયા ના પિતા સુનીલ શેટ્ટીના ખંડાલાના બંગલામાં થશે. આથિયા અને કેએલ રાહુલની સંગીત સેરેમની 22 જાન્યુઆરીના રોજ થઈ હતી, જેમાં બોલિવૂડ અને ક્રિકેટ જગતની અનેક હસ્તીઓ પહોંચી હતી.આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં થઈ રહ્યા છે. ફાર્મહાઉસમાં સજાવેલા મંડપ નો વીડિયો પણ સામે આવ્યો હતો. 

Join Our WhatsApp Community

સુનિલ શેટ્ટી એ કરી લગ્ન ની પુષ્ટિ 

સુનીલ શેટ્ટી શુક્રવારે લગ્ન સ્થળ પર પહોંચ્યો હતો અને પાપારાઝી સાથે વાત કરતા તેણે કહ્યું, ‘તમે જે પ્રેમ બતાવ્યો તેના માટે ખૂબ ખૂબ આભાર. આવતી કાલે હું તમને લોકોને મળવા બાળકોને લઈને આવીશ. આ રીતે સુનીલ શેટ્ટીએ પોતે પુષ્ટિ કરી છે કે 23 જાન્યુઆરીએ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

 

સુનિલ શેટ્ટી ના ફાર્મહાઉસ થી સંગીત સેરેમની નો વિડીયો થયો વાયરલ 

લગ્ન સ્થળની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સંગીત સેરેમનીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે ચર્ચામાં છે. આ વીડિયો કપલની સંગીત સેરેમની નો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં મહેમાનો પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.અથિયા અને કેએલ રાહુલ ભલે ઘનિષ્ઠ રીતે લગ્ન કરી રહ્યા હોય, પરંતુ તેમના લગ્નની સુંદરતા અને વૈભવ જોવા લાયક છે. 

Dhurandhar box office collection: ફિલ્મ ‘ધુરંધર’ નો બોક્સ ઓફિસ પર દબદબો: છઠ્ઠા દિવસના કલેક્શન સાથે બન્યો નવો રેકોર્ડ
Dhurnadhar: ધુરંધર ને મળ્યો ઋત્વિક અને અક્ષય કુમાર નો સાથ, દિગ્ગ્જ અભિનેતાઓએ ફિલ્મ ના વખાણ કરતા કહી આવી વાત
Akshay Khanna : કરિશ્મા કપૂરના લગ્નમાં અક્ષય ખન્નાએ પતિની સામે જ અભિનેત્રીના હાથ પરકરી કિસ, વિડીયો એ મચાવ્યો હંગામો!
Abhishek-Aishwarya Divorce: અભિષેક-ઐશ્વર્યાના છૂટાછેડાની અફવા: આરાધ્યાએ કેવી રીતે આપી પ્રતિક્રિયા? અભિષેક બચ્ચને કર્યો મોટો ખુલાસો!
Exit mobile version