News Continuous Bureau | Mumbai
તાજેતરમાં જ રાજસ્થાનની શકીરા કહેવાતી ગૌરી નાગૌરી પર જીવલેણ હુમલો થયો હતો. ખુદ ગૌરી નાગૌરીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ અંગેની માહિતી આપી છે. રાજસ્થાન સરકાર પાસે મદદ માગતા ગૌરીએ જણાવ્યું કે 22 મેના રોજ સવારે 2 વાગે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં ગૌરીએ એવો પણ દાવો કર્યો છે કે હુમલા દરમિયાન હુમલાખોરે તેના બાઉન્સર અને મેનેજર ના માથે માર માર્યો હતો
ગૌરી નાગૌરીએ ઘર ની આ વ્યક્તિ પર લગાવ્યો આરોપ
પોતાના ફેસબુક પર વીડિયો પોસ્ટ કરતા ગૌરી નાગૌરીએ કહ્યું, “મારી બહેનના લગ્ન 22 મેના રોજ હતા. મારા મોટા જીજાજી જાવેદ હુસૈને કહ્યું કે તમે તમારી બહેનના લગ્ન કિશનગઢમાં કરો, હું બધી વ્યવસ્થા કરીશ. જીજાજી ના કહેવાથી અમે કિશનગઢમાં લગ્ન કર્યા હતા.પરંતુ, મને ખબર ન હતી કે આ તેમનું કાવતરું હતું.લગ્ન પછી લગભગ 2 વાગે વિદાય થઈ રહી હતી ત્યારે તેના સંબંધીઓ અને મિત્રોએ જીજાજી સાથે આવીને તેના પર હુમલો કર્યો હતો. .
પોલીસે કાર્યવાહી કરવાને બદલે લીધી સેલ્ફી
તમને જણાવી દઈએ કે, વીડિયોમાં ગૌરી નાગૌરીએ જાવેદ હુસૈન, મુબારક હુસૈન, વસીમ, ઈસ્લામ, નાસિર, સાજિદ, શબ્બીર મામા, સાબીર, ફતેહ ખાન, આરિફ, ઈમરાન, અરશદ અને ઈમરાન સહિત ઘણા લોકો પર તેની પર જીવલેણ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, ગૌરીએ અજમેરના ગેગલ પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસ વિરુદ્ધ પણ અવાજ ઉઠાવ્યો છે. ગૌરીએ કહ્યું, “આ ઘટના પછી, જ્યારે હું 23 મેના રોજ સવારે 4 વાગ્યે ગેગલ પોલીસ સ્ટેશન પહોંચી, ત્યારે પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. તેઓ મજાક કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમારી સાથે સેલ્ફી લો. ટેન્શન ન લો, આ ઘરેલું મામલો છે. ” ગૌરી પોતાની પોસ્ટમાં આગળ લખે છે કે હું એકલી છોકરી છું, મારી માતા ઘરે છે અને અમને આ બધા લોકોથી ખતરો છે. જો મારા જીવનને, મને, મારી માતાને, મારી ટીમને કંઈ થશે તો તેના માટે આ લોકો જવાબદાર હશે જેમના નામ મેં વીડિયોમાં લીધા છે.
આ સમાચાર પણ વાંચો: સારા અલી ખાન અને શુભમન ગીલે સોશિયલ મીડિયા પર કર્યું આ કામ, દરેક જગ્યાએ થવા લાગી ચર્ચા
