Site icon News Continuous Bureau | Mumbai

અવતાર-૨નું ટીઝર થયું રિલીઝ, વિઝ્‌યુઅલ્સ ઈફેક્ટ જાેઈને રૂવાટાં ઉભા થઈ જશે; જુઓ ફિલ્મ નું રોમાંચક ટીઝર

News Continuous Bureau | Mumbai

હોલીવુડની ફિલ્મોના (Hollywood film)  શોખીનો માટે વધુ એક ફિલ્મ આવી રહી છે. જેમ્સ કેમરુનની ફિલ્મ અવતારઃ ધ વે ઓફ વોટરનું  (Avtar: the way of water)ટીઝર રિલીઝ થયું છે. દાયકા પહેલા રિલીઝ થયેલી અવતાર ફિલ્મની સિક્વલ  (Avtar sequel)એવી આ ફિલ્મનું ટીઝર (film teaser) એટલું જબરદસ્ત છે કે તેના એક એક સીન પર તમારી નજર ચોંટી જશે.

Join Our WhatsApp Channel

ફિલ્મના ટીઝરમાં પેન્ડોરાની (pendora) એકદમ આશ્ચર્યજનક દુનિયા તમને જાેવા મળશે. ત્યાં રહેતા વાદળી માણસો (Blue people) સામાન્ય લોકો કરતા એકદમ અલગ દેખાય છે. જે પોતાની એક અલગ દુનિયામાં શાંતિથી જીવવાનું પસંદ કરે છે. આ ટીઝરમાં વાદળી રંગના લોકો તમને અન્ય સામાન્ય લોકો સાથે ભળતા જાેવા મળશે. પરંતુ આ વખતે પણ તેઓ તેમના પરિવાર અને પોતાની દુનિયાને બચાવવા માટેની માથાપચ્ચી કરતા જાેવા મળશે. ટીઝર જાેઈને તમે ચોક્કસપણે રોમાંચિત થઈ જશો. 

આ સમાચાર પણ વાંચો : જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું લાંબી માંદગી બાદ નિધન, સંગીત જગતમાં શોકની લાગણી

આ ફિલ્મનો કેટલોક ભાગ પાણીની અંદર શૂટ (underwater shoot) કરાયો છે. હાલ જાે કે ફિલ્મનું ટીઝર(film teaser) ધૂમ મચાવી રહ્યું છે. વિઝ્‌યુઅલ ઈફેક્ટ્‌સ પર દર્શકો આફરીન થઈ ગયા છે. ફિલ્મનું ટીઝર જાેઈને તમને આખી ફિલ્મ જાેવાની ઉત્સુકતા વધી જશે. આ ફિલ્મ જેમ્સ કેમરૂનના દિગ્દર્શન હેઠળ બની છે ફિલ્મ અંગ્રેજી, તમિલ, હિન્દી, મલિયાલમ, તેલુગુ અને કન્નડમાં ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ રિલીઝ થશે.

The Dirty Picture 2 Cast ‘ધ ડર્ટી પિક્ચર ૨’ ની સત્તાવાર જાહેરાત તમન્ના ભાટિયા કે તૃપ્તિ ડિમરી કોણ બનશે નવી લીડ એક્ટ્રેસ?
Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
Exit mobile version