Site icon

Ayushmann Khurrana Saddi Gali New Version : આયુષ્માન ખુરાનાએ જીતી લીધા ફેન્સના દિલ! ‘સાડ્ડી ગલી’નું અણસાંભળેલું વર્ઝન કર્યું રિલીઝ; જૂની યાદો તાજી કરી આપ્યું ખાસ વચન

Ayushmann Khurrana Saddi Gali New Version : ગિટાર સાથે આયુષ્માનનો મેજિકલ અવાજ થયો વાયરલ: ઓરિજિનલ ગીતમાંથી રહી ગયેલો અંતરો સોશિયલ મીડિયા પર શેર કર્યો, વર્ષ 2026 માં નવા ગીતો લાવવાની કરી જાહેરાત.

Ayushmann Khurrana Revives Nostalgia: Shares Unheard Version of 'Saddi Gali'; Promises More Music for Fans in 2026

Ayushmann Khurrana Revives Nostalgia: Shares Unheard Version of 'Saddi Gali'; Promises More Music for Fans in 2026

News Continuous Bureau | Mumbai

Ayushmann Khurrana Saddi Gali New Version : બોલિવૂડ એક્ટર અને સિંગર આયુષ્માન ખુરાનાએ પોતાની જૂની યાદો તાજી કરતા તેના લોકપ્રિય ગીત ‘સાડ્ડી ગલી’ (Saddi Gali) નું એક નવું વર્ઝન રિલીઝ કર્યું છે. આયુષ્માને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ગિટાર વગાડતા આ નવા વર્ઝનને ગાતો જોવા મળે છે. ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આયુષ્માન તેના સંગીત પ્રત્યેના પ્રેમ માટે જાણીતો છે અને આ વીડિયો દ્વારા તેણે તેના ચાહકોને એક ખાસ સરપ્રાઈઝ આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ramayanam Casting Update: રણબીર કપૂરની ‘રામાયણમ્’ માં થયો મોટો ધડાકો! ‘પંચાયત’ ફેમ આ દમદાર એક્ટર ભજવશે કુંભકર્ણનો રોલ

કેમ રિલીઝ કર્યું ‘સાડ્ડી ગલી’ નું નવું વર્ઝન?

વીડિયો શેર કરતા આયુષ્માને લખ્યું કે, “છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહ્યો છું કે તમારામાંથી ઘણા લોકો મારા મ્યુઝિક પર વીડિયો બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોતાની યાદો શેર કરી રહ્યા છે. આ જોઈને મને પણ જૂની વાતો યાદ આવી ગઈ, તેથી મેં ‘સાડ્ડી ગલી’ નું એક એવું વર્ઝન શેર કરવાનું નક્કી કર્યું જે ઓરિજિનલ ગીતમાં સામેલ થઈ શક્યું નહોતું.”


આયુષ્માને માત્ર ગીત જ શેર નથી કર્યું, પરંતુ તેના ફેન્સને હિન્ટ આપી છે કે આ વર્ષે તે વધુ મ્યુઝિકલ પીસ લઈને આવશે. તેણે કેપ્શનમાં લખ્યું, “આ વર્ષે હું હજુ પણ વધુ ગીતો ગાઈશ.” આયુષ્માનના ‘પાણી દા રંગ’, ‘મિટ્ટી દી ખુશબૂ’ અને ‘ઈક વારી’ જેવા ગીતો પહેલેથી જ ચાર્ટબસ્ટર રહ્યા છે, ત્યારે નવા ગીતોની જાહેરાતે ફેન્સમાં ઉત્તેજના જગાવી છે.આયુષ્માન ખુરાના ટૂંક સમયમાં ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો ૨’ માં જોવા મળશે, જે ૧૫ મે, ૨૦૨૬ ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Divyanka Tripathi Pregnant News: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે બંધાશે પારણું! લગ્નના 10 વર્ષ બાદ એક્ટ્રેસ આપશે ‘ગુડ ન્યૂઝ’, પરિવારમાં ખુશીનો માહોલ
Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ
TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Tum Dena Saath Mera: ટીવી પર ફરી જામશે શ્રુતિ-શબ્બીરની જોડી! સ્ટાર પ્લસના નવા શો ‘તુમ દેના સાથ મેરા’નું ટીઝર આઉટ, ફેન્સ થયા ગદગદ
Exit mobile version