Site icon

‘જપ નામ જપ નામ’ જલ્દી આવી રહ્યા છે બાબા નિરાલા, બોબી દેઓલે શેર કર્યો ‘આશ્રમ 3’ નો મોશન વિડીયો; જુઓ સિરીઝ ની પહેલી ઝલક

News Continuous Bureau | Mumbai

બોબી દેઓલની(Boby Deol) મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'આશ્રમ 3 (Ashram-3)'નું પહેલું મોશન પોસ્ટર (Motion poster) રિલીઝ થઈ ગયું છે. આ સિરીઝના ત્રીજા ભાગની ચાહકો ક્યારે રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, અભિનેતાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ (social media) પરથી ચાહકોને 'આશ્રમ 3' ની ઝલક બતાવી છે. બોબીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ટૂંકી ક્લિપ શેર કરી છે, જેમાં 'સીઝન 3' (Ashram 3 teaser)ની ઝલક જોવા મળે છે.

Join Our WhatsApp Community

મોશન પોસ્ટરની વાત કરીએ તો, બેકગ્રાઉન્ડમાં જ્વાળાઓ જોઈ શકાય છે, જેમાં 3 લખેલું છે. આ ક્લિપ શેર (clip share)કરતાં, અભિનેતાએ હાથ જોડીને 3 ઇમોજી શેર કર્યા. સોશિયલ મીડિયા (social media) પર આ ટીઝર આવતાની સાથે જ ફેન્સની ઉત્તેજનાનું સ્તર વધુ વધી ગયું છે. જોકે, આ ટીઝરમાં રિલીઝ ડેટ (release date) વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, જેના કારણે ફેન્સની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : અવતાર-૨નું ટીઝર થયું રિલીઝ, વિઝ્‌યુઅલ્સ ઈફેક્ટ જાેઈને રૂવાટાં ઉભા થઈ જશે; જુઓ ફિલ્મ નું રોમાંચક ટીઝર

ચાહકો બોબી દેઓલની પોસ્ટ (Boby Deol post) પર સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેને આગામી સિઝનની રિલીઝ ડેટ પૂછી રહ્યા છે. પરંતુ આ ટીઝર સાથે નક્કી થઈ ગયું છે કે 'આશ્રમ 3' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. બોલિવૂડની સુપરબોલ્ડ અભિનેત્રી એશા ગુપ્તા (Esha Gupta) પણ 'આશ્રમ' વેબ સિરીઝની ત્રીજી સીઝનમાં જોવા મળશે. આ વેબ સિરીઝ પ્રકાશ ઝા ( Prakash Jha) દ્વારા નિર્દેશિત છે. 'આશ્રમ' એ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય અને ચર્ચિત વેબસિરીઝમાંની એક છે.તમને જણાવી દઈએ કે, સિરીઝ ના શૂટિંગ અને ડબિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ નવી સીઝન દર્શકોને જોવા મળશે.બાબા નિરાલાના રોલમાં બોબીએ દિલ જીતી લીધું હતું.

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version