Bade Achhe Lagte Hain 3 Promo: ટીવી પર આવી રહી છે ભાગ્યશ્રી અને ઋષભ ની જોડી, ‘બડે અચ્છે લગતે હૈં 3’ ના પ્રોમોમાં જોવા મળી શિવાંગી જોશી અને હર્ષદ ચોપડા ની રોમેન્ટિક કેમિસ્ટ્રી

Bade Achhe Lagte Hain 3 Promo: એકતા કપૂર ના નવા શો 'બડે અચ્છે લગતે હૈં 3' નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં શિવાંગી જોશી અને હર્ષદ ચોપડા ની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.

by Zalak Parikh
Bade Achhe Lagte Hain 3 Promo Shivangi Joshi and Harshad Chopda Romantic Chemistry Wins Hearts

News Continuous Bureau | Mumbai

Bade Achhe Lagte Hain 3 Promo: ટીવી જગતના લોકપ્રિય શો ‘બડે અચ્છે લગતે હૈં’ ની ત્રીજી સીઝન હવે દર્શકો માટે તૈયાર છે. એકતા કપૂર દ્વારા નિર્મિત આ શો 16 જૂનથી રાત્રે 8:30 વાગ્યે સોની ટીવી પર પ્રસારિત થશે. નવી સીઝનમાં શિવાંગી જોશી અને હર્ષદ ચોપડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Disha Patani birthday: એક સમયે દિશા પટની પાસે ભાડું ચુકવવા ના પણ નહોતા પૈસા, આજે અભિનેત્રી જીવી રહી છે લેવીશ લાઈફ, જાણો તેની નેટવર્થ વિશે

પ્રોમોમાં દેખાઈ નવી પ્રેમકથા

પ્રોમોના દ્રશ્યોમાં શિવાંગી ભાગ્યશ્રી અને હર્ષદ ઋષભના પાત્રમાં જોવા મળે છે. ભાગ્યશ્રી પોતાની મિત્ર સાથે બીજી ડેટ વિશે વાત કરે છે, જ્યારે ઋષભ તેની નિર્દોષતા જોઈને પોતાનું દિલ હારી જાય છે. દર્શકોને આ નવી જોડી ખૂબ પસંદ આવી રહી છે.શિવાંગી અને હર્ષદ અગાઉ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’  માં સાથે કામ કરી ચૂક્યા છે. હવે તેઓ ‘બડે અચ્છે લગતે હૈં 3’માં નવી કહાની સાથે ફરીથી દર્શકોના દિલ જીતી લેવા તૈયાર છે.


પ્રોમો રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. શોનું કન્સેપ્ટ, નવી જોડી અને રોમેન્ટિક ટચ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. હવે સૌને 16 જૂનની રાહ છે જ્યારે શો ઓફિશિયલી શરૂ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More