Site icon

Bade miyan chote miyan: ‘બડે મિયાં છોટે મિયાં’ના પ્રમોશન દરમિયાન અક્ષય અને ટાઇગર ને જોવા લોકો થયા બેકાબુ, પોલીસે ભીડ ને રોકવા કર્યું આ કામ, જુઓ વિડીયો

Bade miyan chote miyan: બડે મિયાં છોટે મિયાં નું પ્રમોશન કરવા અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ લખનૌ પહોંચ્યા હતા. અહીં તેમને જોઈ ભીડ બેકાબુ બની હતી આ ભીડ ને રોકવા પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો

bade miyan chote miyan fans throw chappals and stone at akshay kumar tiger shroff police take this action

bade miyan chote miyan fans throw chappals and stone at akshay kumar tiger shroff police take this action

News Continuous Bureau | Mumbai 

Bade miyan chote miyan: બડે મિયાં છોટે મિયાં નું પ્રમોશન કરવા અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ લખનૌ પહોંચ્યા હતા. આ દરમિયાન અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ એક મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયા હતા. લખનૌ માં તેમના ફેવરિટ સ્ટાર્સ અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ ને જોવા લોકો ભારી સંખ્યા માં આવ્યા હતા. આ મામલો એટલો વધી ગયો કે પોલીસ ને તેમના પર લાઠીચાર્જ કરવો પડ્યો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Aamir khan: આમિર ખાન ના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ બનવા પાછળ બોલિવૂડના આ સુપરસ્ટાર અભિનેતા નો છે હાથ, એક્ટરે ફિલ્મ ના પ્રમોશન દરમિયાન કર્યો ખુલાસો

બડે મિયાં છોટે મિયાં ના પ્રમોશન દરમિયાન પોલીસે કર્યો લાઠીચાર્જ 

અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ તેમની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના પ્રમોશન માટે લખનૌ પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટાર્સે ત્યાં ઘણા સ્ટંટ પણ કર્યા હતા. પોતાના ફેવરિટ સ્ટાર્સ ને જોવા લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. લોકો આ સ્ટાર્સ ની ઝલક જોવા એવા ઉતાવળા થયા કે તેમણે બેરિકેડ તોડી નાખ્યા. જે બાદ અફરાતફરી મચી ગઈ હતી. વાતાવરણ એટલું ઘોંઘાટભર્યું હતું કે ટોળાએ એકબીજા પર ચપ્પલનો વરસાદ શરૂ કર્યો હતો. આ બેકાબૂ ભીડને શાંત કરવા માટે પોલીસ ને લાઠીનો ઉપયોગ કરવો પડ્યો, ત્યારબાદ જ મામલો શાંત થયો.લોકો એ તો સ્ટેજ પર જ પથ્થર અને ચપ્પલ ફેંકવા લાગ્યા હતા. જોકે  અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફને સમયસર બચાવી લેવામાં આવ્યા હતા અને બંને સ્ટાર્સ અકસ્માતમાંથી બચી ગયા હતા.

 



તમને જણાવી દઈએ કે ‘બડે મિયાં છોટે મિયાં’ 9 એપ્રિલે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની સાથે પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Ramayanam Leak: રણબીર કપૂરનો રામાયણમાં ‘માસ્ટરસ્ટ્રોક’: એક જ ફિલ્મમાં બે અવતાર, જાણો રામ સાથે બીજું કયું પાત્ર છે
Dhurandhar 2: ‘ધુરંધર ૨’ ના સેટ પર રાકેશ બેદીનો જાદુ! પોતે જ ઉમેર્યો એવો ડાયલોગ કે આખું યુનિટ ખડખડાટ હસી પડ્યું.
Exit mobile version