Site icon News Continuous Bureau | Mumbai

આગામી 3 મહિના સુધી નહિ જારી થાય ન્યુઝ ચેનલોનું રેટીંગ… જાણો શું કામ….

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
15 ઓક્ટોબર 2020
ન્યૂઝ ચેનલોનું ટીઆરપી કૌભાંડ બહાર આવ્યા બાદ ટેલિવિઝન રેટિંગ માપનારી સંસ્થા એટલે કે બાર્કએ મોટો નિર્ણય લીધો છે. બાર્કે આગામી 12 અઠવાડિયા (ત્રણ મહિના) માટે ટીઆરપી માપવા પર રોક લગાવી છે. એટલે કે આગામી 12 અઠવાડિયા સુધી ન્યૂઝ ચેનલોની ટીઆરપી રેટિંગ નહીં આવે. બાર્કએ મુંબઈ પોલીસ દ્વારા ટીઆરપી કૌભાંડના ભાંડાફોડ બાદ આ પગલું ભર્યું છે. બાર્ક તરફથી કહેવાયું છે કે હિન્દી, સ્થાનિક, અંગ્રેજીની સાથે સાથે તમામ બિઝનેસ ચેનલો પણ તેના નિર્ણય હેઠળ આવશે. જોકે ટેક્નિકલ સમિતિની નિગરાણીમાં રાજ્ય અને ભાષાના આધારે દર્શકોની સાપ્તાહિક અંદાજિત સંખ્યા બતાવવાનું ચાલું રહેશે.


બાર્ક ઈન્ડિયા બોર્ડના ચેરમેનએ કહ્યું હતું કે, હાલના ઘટનાક્રમને જોતા આ નિર્ણય લેવો ખુબ જરૂરી બન્યો હતો. બોર્ડનું માનવું છે કે બાર્કે પહેલેથી કડક પ્રોટોકોલની સમીક્ષા કરવી જોઈએ અને એ દિશામાં સકારાત્મક પગલું ભરવું જોઈએ કે નકલી ટીઆરપી જેવી ઘટનાઓ ફરીથી સામે ન આવે.
 
શું છે બાર્ક ??(BARC)
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ એટલે કે ‘બાર્ક’ ટેલિવિઝન રેટિંગ બતાવતી એજન્સી છે. જે સંયુક્ત ઉદ્યોગ ઉપક્રમ છે. તે દુનિયાની સૌથી મોટી ટેલિવિઝન મેજરમેન્ટ સંસ્થા છે. બાર્ક ઈન્ડિયા વર્ષ 2010માં શરૂ થઈ હતી અને તેનું હેડક્વાર્ટર મુંબઈમાં છે.

Join Our WhatsApp Channel
Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version