Nayanthara: ‘જવાન’ પહેલા નયનતારા ને મળી હતી શાહરૂખની આ ફિલ્મની ઓફર, આ કારણે અભિનેત્રી એ જતો કર્યો મોકો

before jawan nayanthara had got offer shahrukh khan film chennai express

before jawan nayanthara had got offer shahrukh khan film chennai express

News Continuous Bureau | Mumbai 

Nayanthara: જવાનને રિલીઝ થયા ને  6 દિવસ વીતી ગયા છે. આ 6 દિવસમાં ફિલ્મે બમ્પર કમાણી કરી છે. આ ફિલ્મ દરરોજ ઘણા રેકોર્ડ પણ બનાવી રહી છે. ફિલ્મનો પહેલો વીકેન્ડ બ્લોકબસ્ટર રહ્યો હતો. ફિલ્મમાં શાહરૂખ સાથે નયનતારા લીડ રોલમાં છે. બંનેને સાથે જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે કારણ કે નયનતારા સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે જ્યારે શાહરૂખ બોલિવૂડનો કિંગ ખાન છે.નયનતારાને અગાઉ શાહરૂખની ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. પરંતુ અભિનેત્રીએ શાહરૂખ સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. 

 

 નયનતારા ને ચેન્નાઇ એક્સપ્રેસ માટે કરવામાં આવી હતી અપ્રોચ 

તમને જણાવી દઈએ કે નયનતારાને શાહરૂખની ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસ માટે અપ્રોચ કરવામાં આવી હતી.નયનતારાને લીડ રોલ માટે નહીં પરંતુ ફિલ્મનું લોકપ્રિય અને હિટ ગીત વન ટુ થ્રી ફોર ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર કરવાની ઓફર મળી હતી. પરંતુ નયનતારાએ તે કરવાનો ઇનકાર કરી દીધો અને આ પછી પ્રિયામણિ, જે જવાનમાં તેની કો-સ્ટાર હતી, તેણે આ ગીત કર્યું.

નયનતારા એ ગીત કરવાની પાડી ના 

નયનતારાના ના પાડવાનું સૌથી મોટું કારણ એ હતું કે આ ગીત રાજુ સુંદરમે કોરિયોગ્રાફ કર્યું હતું અને તે પ્રભુદેવાના ભાઈ છે. નયનતારા અને પ્રભુદેવા ભૂતકાળમાં રિલેશનશિપમાં હતા અને બ્રેકઅપ બાદ તે તેનાથી દૂર રહેતી હતી. એટલા માટે તે તેના ભાઈ સાથે પણ કામ કરવા તૈયાર ન હતી.ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસમાં કામ ન કરવાનું કારણ એ પણ હતું કે નયનતારા કોઈ આઈટમ સોન્ગ માં કામ કરવા માંગતી ન હતી. તે ફિલ્મનો મહત્વનો ભાગ બનવા માંગતી હતી. તે એક એવું પાત્ર મેળવવા માંગતી હતી જે ખૂબ સારી રીતે લખાયેલું હોય.પરંતુ નયનથારાને ક્યાં ખબર હતી કે શાહરુખ સાથેના એક ખાસ ગીતને ના પાડ્યા પછી તે તેની જ ફિલ્મની મુખ્ય અભિનેત્રી હશે. નયનતારાએ આ ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે. એટલી ફિલ્મના નિર્દેશક છે. એટલી ની પણ આ પ્રથમ હિન્દી ફિલ્મ છે.

આ સમાચાર પણ વાંચો : Pooja bhatt: પૂજા ભટ્ટે તેના પિતા મહેશ ભટ્ટ સાથે વાયરલ લિપકિસ ફોટો પર તોડ્યું મૌન, કહી આ વાત

Exit mobile version